વહાલપની પ્યાલી – ચીરાગ પટેલ

વહાલપની પ્યાલી – ચીરાગ પટેલ માર્ચ 23, 2000 નયણોનાં ભર્યાં-ભાદર્યાં આરણ્યક ઉપવન,નીરખે છે મન ઝરુખેથી ભરી વહાલપની પ્યાલી. અધરોની કુમાશ આકર્ષી રહી છે અંતરની મીઠાશ,જન્મે છે, પ્રસરે છે, આખી ભરી વહાલપની પ્યાલી. કમળ સમ નવપલ્લવીત મુખારવીન્દ ઝગમગે છે,અંતરની સુવાસ પ્રસરાવે ભરી વહાલપની પ્યાલી. લતીકા સમ ભાસતાં હસ્ત-પાદ, પ્રકાશીત છે,આલીંગન પામવા આતુર ભરી વહાલપની પ્યાલી. કેન્દ્રબીન્દુ अतिरिक्त Read More

ઉપવન – ચીરાગ પટેલ

ઉપવન – ચીરાગ પટેલ ઑગસ્ટ 01, 1998 જોને, કેટલા બધાં પારુલ ખીલ્યાં છે મારા ઉપવનમાં,મારું મન નાચી રહ્યું છે મયુરી બની, આ ઉપવનમાં. પેલું પતંગીયું રસપાન કરી રહ્યું છે, ઓષ્ઠોનું તારા,ઈર્ષાળું હું, તેને ઉડાડી, માણી રહ્યો છું તારા નયનતારા. હવાની લહેરખી મસળી રહી છે, તારા બદનને,રોકવા મથામણ કરી રહ્યો છું, નીષ્ઠુર એવા પવનને. મારું પુષ્પ अतिरिक्त Read More

વ્યથા – ચીરાગ પટેલ જુલાઈ 01, 1998

વ્યથા – ચીરાગ પટેલ પ્રીયે, દેખાયું પેલી વાદળીમાં તારું મુખડું મને;અરે, પેલા ઈર્ષાળુ સુરજે આવીને દઝાડી તને. લુચ્ચુ મન, ફરી-ફરીને કહેવા મથતું આ દીલને;પણ, કેમ રે માને, આ સારું દીલ તો તલસેને. હૈયાને તપાવી રહ્યો, છો, ગરમ આ વીરહાગ્ની;લાગી છે બસ, એક જે તારી યાદ, તેની લગની. આવી રણઝણતી વર્ષારાણી ધરણી ફરીને વળી;ખીલવતી તારી યાદ अतिरिक्त Read More

હાઈકુ – ચીરાગ પટેલ

હાઈકુ – ચીરાગ પટેલ જુલાઈ 11, 1999 1)પલક ઝપકી,દેખાયું સપનું;રચાયું ઘર. 2)પામ્યો પ્રેમ,આપ્યો પ્રેમ;થયું આ પલકવારમાં. 3)મોતી ટપક્યું,એ નશીલી આંખોથી,ભીંજાયું દીલ. 4)લાગણી ઓસબુંદ શી,સુકાયું;નીશાન હંમેશાં.

અપ્રતીમ રચના – ચીરાગ પટેલ

અપ્રતીમ રચના – ચીરાગ પટેલ ઑગસ્ટ 09, 1998 તારાં વાળ જાણે આકાશમાં લહેરાતાં રેશમી તાંતણાં.તારું કપાળ જાણે મધ આકાશે ઝગારા મારતો સુરજ.તારી આંખો જાણે કાજળઘેરી રાતે ટમટમતાં તારલાં.તારું નાક જાણે અભીમાનથી ખેંચેલી ધનુષની પણછ.તારાં કાન જાણે રતુમડાં-ખીલેલાં જાસુદનાં ફુલ.તારાં હોઠ જાણે ગુલાબની અર્ધબીડાયેલી કળી.તારાં ગાલ જાણે ખીલેલા કમળની કુમાશ.તારી ગરદન જાણે શરબત ભરેલી સુરાહી.તારાં હાથ अतिरिक्त Read More

સાથ – ચીરાગ પટેલ

સાથ – ચીરાગ પટેલ ડીસ. 03, 1998 અજાણ્યો એવો સાથી આવ્યો, મળ્યો; છું તમારો.ચાતક સમ વર્ષાબુન્દો ઝીલવા મથતો; છું તમારો. ઉંચા-ઉંચા ગગનને ચુમવા મથતો; છું તમારો.થાકીને આવી પટકાતો ધરણી પર; છું તમારો. સાગરના પેટાળમાં ડુબકી મારતો; છું તમારો.શ્વાસ લેવા ગુંગળાતો, અટવાતો; છું તમારો. મુક્ત બની સ્વૈરવીહાર કરવા માંગતો; છું તમારો.સપડાઈ જતો દુન્યવી માયાજાળમાં; છું તમારો. अतिरिक्त Read More

સ્વરા – ચિરાગ પટેલ

સ્વરા – ચિરાગ પટેલ 2020 ઓક્ટોબર 08 ગુરુવાર કંકુવરણ પગરણ માંડ્યા અમ આંગણ;જગમાં દૃઢ પગલાં ભર્યા ઝાલી આંગળ.પાવન કર્યું જીવન આખું તારા આગમને;વ્હાલથી ભર્યું ક્ષણોનું સંભારણું પાને-પાને.લાગણી-સૂત્રે પરોવાયા આપણે જયારે;અનુભવી પૂર્ણતા સર્વોચ્ચ કુટુંબની ત્યારે.તારી આંખોમાં અંજાયેલાં સ્વપ્ન ભોળાં;તારા મુખ પર ખીલેલાં સ્મિત ભોળાં.તારા ખિલખિલાટ હાસ્યમાં વિશ્વ જાગતું;તારા નિર્દોષ રુદને જગત આખું સંતાતું.તારી હઠ પર મુઠ્ઠીમાં अतिरिक्त Read More

પરપોટો – ચિરાગ પટેલ

પરપોટો – ચિરાગ પટેલ 2020 ઓક્ટોબર 12 સોમવાર પ્રચંડ સ્ફોટએક સૂક્ષ્મતર બિંદુનો.અનેક ઉતપૃષ,અનેક ગણ્ડ,અનેક બુદબદા,અગણિત પરપોટા;રચાયો મહત ફેનપિંડ. વિસ્ફોટ પ્રકાશનો,‘ને રેલાયોનાદ અનહદનો. સચરાચરનાનૃત્ય અનંત,વિસ્તાર અનંત,વિચાર અનંત.અનંત ઝળકે,પાર વિનાનાસૂક્ષ્મ અતિ સૂક્ષ્મ,અણુસાગરમાં. જયારે પ્રગટે “દીપ” એક,“રોશની” ફેલાતી અનંત!

રેખા – ચિરાગ પટેલ

Save draftPreviewPublishAdd title રેખા – ચિરાગ પટેલ 2020 સપ્ટેમ્બર 28 સોમવાર રેખા સવળી હોય કે અવળી, જીવન પરોવે છે.પરંપરા, રેખા, પંક્તિ, તંતુ, રાજિ, આલી કે શ્રેણી. આધાર રેખા, ઉન્નત રેખા, શૃંખલા રેખા, સ્પર્શ રેખા,સમાપ્તિ રેખા, કેન્દ્રીય રેખા, સીમારેખા, આરંભ રેખા,મર્યાદા રેખા, આરંભ રેખા, અનુબધ્ધ રેખા, લક્ષ્મણ રેખા.વિવિધ રૂપ એના, વિવિધ કાર્ય એવા, સહુને સમાવે. વીથિ, अतिरिक्त Read More

પીયુમીલન – ચીરાગ પટેલ

પીયુમીલન – ચીરાગ પટેલ Oct 20, 1998 મન્દ મન્દ વાતો સમીર લાવે જ્યારે સન્દેશ પીયુનો;જાગે દીલમાં ઉમંગ, એક જ અનેરી સૃષ્ટી મીલનની. હવાની લહેરખી, બતાવે છે એના ચહેરાની સુરખી;અકથ્ય, અવર્ણનીય તરંગો ઉઠે છે ત્યારે જ આ તનમાં. ઘાટ-ઘાટના પાણી પીતો, આવ્યો છું તુજ સમીપે;ઠેર-ઠેર ભટકતો પામ્યો છું મૃગજળને, ના છીપી તરસ. એક જ ઉમળકો, એક अतिरिक्त Read More