સ્વરા – ચિરાગ પટેલ

સ્વરા – ચિરાગ પટેલ 2020 ઓક્ટોબર 08 ગુરુવાર કંકુવરણ પગરણ માંડ્યા અમ આંગણ;જગમાં દૃઢ પગલાં ભર્યા ઝાલી આંગળ.પાવન કર્યું જીવન આખું તારા આગમને;વ્હાલથી ભર્યું ક્ષણોનું સંભારણું પાને-પાને.લાગણી-સૂત્રે પરોવાયા આપણે જયારે;અનુભવી પૂર્ણતા સર્વોચ્ચ કુટુંબની ત્યારે.તારી આંખોમાં અંજાયેલાં સ્વપ્ન ભોળાં;તારા મુખ પર ખીલેલાં સ્મિત ભોળાં.તારા ખિલખિલાટ હાસ્યમાં વિશ્વ જાગતું;તારા નિર્દોષ રુદને જગત આખું સંતાતું.તારી હઠ પર મુઠ્ઠીમાં अतिरिक्त Read More

પરપોટો – ચિરાગ પટેલ

પરપોટો – ચિરાગ પટેલ 2020 ઓક્ટોબર 12 સોમવાર પ્રચંડ સ્ફોટએક સૂક્ષ્મતર બિંદુનો.અનેક ઉતપૃષ,અનેક ગણ્ડ,અનેક બુદબદા,અગણિત પરપોટા;રચાયો મહત ફેનપિંડ. વિસ્ફોટ પ્રકાશનો,‘ને રેલાયોનાદ અનહદનો. સચરાચરનાનૃત્ય અનંત,વિસ્તાર અનંત,વિચાર અનંત.અનંત ઝળકે,પાર વિનાનાસૂક્ષ્મ અતિ સૂક્ષ્મ,અણુસાગરમાં. જયારે પ્રગટે “દીપ” એક,“રોશની” ફેલાતી અનંત!

રેખા – ચિરાગ પટેલ

Save draftPreviewPublishAdd title રેખા – ચિરાગ પટેલ 2020 સપ્ટેમ્બર 28 સોમવાર રેખા સવળી હોય કે અવળી, જીવન પરોવે છે.પરંપરા, રેખા, પંક્તિ, તંતુ, રાજિ, આલી કે શ્રેણી. આધાર રેખા, ઉન્નત રેખા, શૃંખલા રેખા, સ્પર્શ રેખા,સમાપ્તિ રેખા, કેન્દ્રીય રેખા, સીમારેખા, આરંભ રેખા,મર્યાદા રેખા, આરંભ રેખા, અનુબધ્ધ રેખા, લક્ષ્મણ રેખા.વિવિધ રૂપ એના, વિવિધ કાર્ય એવા, સહુને સમાવે. વીથિ, अतिरिक्त Read More

પીયુમીલન – ચીરાગ પટેલ

પીયુમીલન – ચીરાગ પટેલ Oct 20, 1998 મન્દ મન્દ વાતો સમીર લાવે જ્યારે સન્દેશ પીયુનો;જાગે દીલમાં ઉમંગ, એક જ અનેરી સૃષ્ટી મીલનની. હવાની લહેરખી, બતાવે છે એના ચહેરાની સુરખી;અકથ્ય, અવર્ણનીય તરંગો ઉઠે છે ત્યારે જ આ તનમાં. ઘાટ-ઘાટના પાણી પીતો, આવ્યો છું તુજ સમીપે;ઠેર-ઠેર ભટકતો પામ્યો છું મૃગજળને, ના છીપી તરસ. એક જ ઉમળકો, એક अतिरिक्त Read More

લાલ – ચીરાગ પટેલ

લાલ – ચીરાગ પટેલ ज़ुन 13, 2008 જો છે જ દરીયો, દીકરી, વ્હાલ તણો ‘ને;તો છે સમ આકાશ દીકો લાગણયોનો. ભાવે રમવાં આતુર-શો લાડકવાયો;જીદ્દી નટખટ, શ્યામ સમો લાલ મઝાનો. થાતો હસતું તે ફુલ, લાગે કશું પ્યારું;હેવાયો મ્હારો, જાણે ગાય વછોડું. સારો બનજે, આશીષ અમારા સંગે;હેતે તું ધપાવે ઉજળો વારસ જગમાં. આપું નવ સંસ્કાર બધાં, બાળ अतिरिक्त Read More

જાતને ભાળતો – ચીરાગ પટેલ

જાતને ભાળતો – ચીરાગ પટેલ May 16, 2008 રુંવે રુંવે રોમાંચ જાગ્યો, આતમની ડાળે મોરલો ગહેંક્યો;દરીયાની લહેરોનો સમીર હેવાયો, હું નવો તારલો ઉગ્યો. સંવત્સરીની રતુમડી આથમતી સાંજે, આજે એકાંત ઝંખતો;લાગણીના મોજાંઓનાં ઘુઘવતા નાદે, હું પ્રીતડે ઝુલ્યો. ઘુંટ બધાંય માણ્યાં જીવનમાં, બધુંય ભુલાવામાં નાંખતો;જીવન-ઝરમરથી પોષાતી વનરાઈઓમાં, હું મનમર્કટે કુદ્યો. ઝાંઝરના રણકારમાં ઝંખવાયો, ફુલોની સુગન્ધમાં ભટકતો;પ્રીયાના ખોળે अतिरिक्त Read More

પથ્થર – ચિરાગ પટેલ

પથ્થર – ચિરાગ પટેલ ઓગસ્ટ 28, 2020 શુક્રવાર પર્વત પિતાનું અંશદાન મળ્યું ધરામાતને;પર્વતી મંજુષા પાશી, પર્વતિ કાઠ ઉપલ. ઇન્દ્ર ધનુષ સજાવી વરસાવે વજ્ર વૃત્ર શિર;પ્રસ્તર પર્વત ઉપલક, પારટીટ પાષાણ વૃત્ર. કૃષ્ણ શિર સોહાય જયારે સ્યમંતક મણિ;અદ્રિ કાન્ત કાચક, અશ્ન અશન અશ્મન. કંડારી શિલ્પકાર અહાલેક જગાવે મંદિરિયે;કર્કર શિલા મણિ, તાપન ગોશિલ ચાન્દ્ર. કેટલાંય થર ચઢ્યાં કાળ अतिरिक्त Read More

વાદળ – ચિરાગ પટેલ

વાદળ – ચિરાગ પટેલ – ઓગસ્ટ 24, 2020 વરસતી અમૃત ધારા ધરા અંગે;અભ્ર વારિદ વાણી મુદિર મતંગ,નદનુ ચરુ પર્વતશાય નીલાભ;વરસતી અમૃત ધારા ધરા અંગે. ઓદન વાતધ્વજ અમ્બુભૃત શ્યામ,કંધ વારમુચ શારદ ઉજ્ઝક,સુદામન નભોધૂમ પુરુભોજસ;વ્યાપ્ત સોમ પુષ્ટ કરતો સમગ્ર સૃષ્ટિ. વારિદેવ ગગનધ્વજ દેવ વિહંગ,વરાહ દર્દરિક અંબુદ શિરિંબિઠ,વારિર વનિન પયોગર્ભ નભોશ્ચર;ગર્જના તાંડવ નૃત્ય અનેરા દેખાડતો. પાથોદ શદ્રિ ક્ષર अतिरिक्त Read More

અલૌકીક – ચીરાગ પટેલ

અલૌકીક – ચીરાગ પટેલ Jul 21, 1998 અજાણી છતાં ખુબ જાણીતીને પામ્યો છું હવે;વેરાન આ જીન્દગીમાં વીસામો પામ્યો છું હવે. અરે, થોડી વાર પહેલા જ તો ચાહ હતી કોઈકની;‘ને અતુટ બન્ધન બન્ધાઈ ગયું હવે સાથે કોઈકની. દીલનો એક ટુકડો આપ્યો હતો ત્યારે કોને;‘ને દીલના કણેકણમાં વસી ગયું કોણ જોને. પ્રીયા, છુપાવી હતી એ ચાહ જે अतिरिक्त Read More

પલક – ચીરાગ પટેલ

પલક – ચીરાગ પટેલ Nov 11, 1998 પલક ઝપકી, ‘ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.પલક ઝપકી, ‘ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.પલક ઝપકી, ‘ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.પલક ઝપકી, ‘ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.પલક ઝપકી, ‘ને બે જીવ મળ્યાં અણદીઠેથી.પલક ઝપકી, ‘ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.પલક ઝપકી, ‘ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.પલક ઝપકી, ‘ને સ્નેહતણો રણકાર अतिरिक्त Read More