અવતરણ – ચિરાગ પટેલ 2018 એપ્રિલ 12

અવતરણ – ચિરાગ પટેલ 2018 એપ્રિલ 12

આ પળમાં ઉઘડે તારું અવતરણ;
સાર્થક બને સઘળી પળો જીવતરની.
આવર્તન પામતો રહે હર તરંગમાં;
તારા પડઘાતા અસ્તિત્વનો જયઘોષ.
શમણે પરોવેલાં, અલભ્ય મિલન;
જો બને જીવંત તું શ્વાસેશ્વાસે;
વસંત લહેરાય સમૂળ આયખે.
અલ્લડ સુગંધ પ્રસરે હરેક અણુમાં;
ધન્ય બને સૃષ્ટિના દરેક પરિવર્તન.
મોંઘેરી જણસ સાચવીને રાખું;
અનર્ગલ જણાય પહાડ વિપત્તિનાં.
ભીંજવે અનેરા ઉલ્લાસે એક બુંદમાં;
તૃપ્ત થાય જન્મોજન્મની તરસ.
આવી પ્રગટે “રોશની” જયારે;
દૂર થતાં અંધકાર યુગોના.

Print Friendly, PDF & Email

2 thoughts on “અવતરણ – ચિરાગ પટેલ 2018 એપ્રિલ 12

  1. Mansoor says:

    “બ્રમ્હાંડના પરીમાણો” વીષયમાં આપનો એક લેખ વાંચવા મળ્યો,
    તે વિષયમાં કોઇ વિશેષ માહીતી મળી શકે?
    મનસુર સવાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.