અભિવ્યક્તિ – ચિરાગ પટેલ 2019 ફેબ્રુઆરી 14

અભિવ્યક્તિ – ચિરાગ પટેલ 2019 ફેબ્રુઆરી 14

પ્રેમની અભિવ્યક્તિ આવશ્યક છે?

ફૂલ ડાળી પર પથરાઇને હરખે છે.
પક્ષી ગગનમાં ફેલાઈ વિહરે છે.
ચાંદો સૂરજની સ્મૃતિમાં મલકે છે.
નદી સાગરના મિલનમાં છલકે છે.

પ્રેમની અભિવ્યક્તિ આવશ્યક છે.

અભિવ્યક્તિમાં શબ્દો આવશ્યક છે?

સાગર ધરતીના પ્રેમમાં ઘૂઘવે છે.
જ્વાળામુખી પેટાળના પ્રેમમાં દહેકે છે.
સૂરજ ચાંદના પ્રેમમાં ધગધગે છે.
ધરતી આકાશના પ્રેમમાં કંપે છે.

અભિવ્યક્તિમાં શબ્દો આવશ્યક છે.

શબ્દોમાં સ્પષ્ટતા આવશ્યક છે?

પતંગિયું ફૂલ પર બેસી પરાગ ચૂસે છે.
ભ્રમર ફૂલની સુગંધ માણી ગુંજારવ કરે છે.
ઝરણું પર્વત પરથી ખળખળ ધસમસે છે.
મેઘ વર્ષા પર ઓળઘોળ થઈ ગરજે છે.

શબ્દોમાં સ્પષ્ટતા આવશ્યક છે.

“દીપ”ના પ્રેમની આ અભિવ્યક્તિ છે.
“રોશની” માટે આ શબ્દો છે.
પ્રેમની આ સ્પષ્ટતા છે!
પ્રેમની આ સ્પષ્ટતામાં પ્રભુતા છે!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.