આપણે – ચીરાગ પટેલ જાન્યુઆરી 26, 2009
હું અને તું.
આપણે.
સારસ અને સારસી.
સાથી-સંગાથી છતાંય અધુરાં.
પ્રેમ-અમૃતની ક્ષુધાથી તડપતાં.
અધરોની ભાષામાં એમ જ અટવાતાં.
મીલન માટે વીહ્વળ ધરતી-અંબર સરીખા.
નજીક છતાંય દુર એમ નદીના કીનારા જેવાં.
એકલી સાંજે ઢળતા સુરજની લાલીમા સમા.
મેઘ અને વીજલડીના પકડદાવ હમ્મેશાં રમતાં.
મૌનને વાચા આપતી અડાબીડ વનરાજી જેવાં.
જ્વાળામુખીના વીસ્ફોટને મૌન બક્ષતા વરસાદ જેવાં.
ઈન્દ્રધનુષી રંગોળીમાં ઉષા જેમ ચમક વીખેરતાં.
આકસ્મીક સંયોગે અસ્તીત્વ સંકોરતી લજામણી જેવાં.
આકાશે પડઘાતાં શ્વાસોચ્છવાસે પ્રાણ ધબકાવતાં.
આપણે.
દેહના લતામંડપે પ્રેમનો સાથીયો પુરતાં.
આપણે.