આદિશક્તિની આરતી – ચિરાગ પટેલ ઑક્ટોબર 01, 2017
જય મા જય આદિશક્તિ માતા
જય મા જય ભુવનેશ્વરી માતા
પ્રથમે શૈલપુત્રી વન્દું, છે નંદિવાહની માતા
ત્રિશૂલ કમલ શોભતા, લં મૂલાધાર માતા
જય મા જય આદિશક્તિ માતા
દ્વિતીયે બ્રહ્મચારિણી પૂજું, પદવાહની માતા
માળા કમંડળ સોહાતા, વં સ્વાધિષ્ઠાન માતા
જય મા જય આદિશક્તિ માતા
તૃતીયે ચંદ્રઘંટા ભજું, વાઘણવાહની માતા
અર્ધચંદ્ર શસ્ત્રો સજતાં, રં મણિપુર માતા
જય મા જય આદિશક્તિ માતા
ચતુર્થે કૂષ્માંડા યજું, સિંહણવાહની માતા
આદિશક્તિ આદિસ્વરૂપા, યં અનાહત માતા
જય મા જય આદિશક્તિ માતા
પંચમે સ્કંદમાતા નમું, સિંહવાહની માતા
ખોળે સ્કંદ રમંતા, હં વિશુદ્ધિ માતા
જય મા જય આદિશક્તિ માતા
ષષ્ઠે કાત્યાયનિ અર્ચુ, સિંહવાહની માતા
વરદ અભય ધરંતા, ૐ આજ્ઞા માતા
જય મા જય આદિશક્તિ માતા
સપ્તમે કાલરાત્રિ શરણું, ગર્દભવાહની માતા
અભય વરદ દાતા, આઙ સહસ્રાર માતા
જય મા જય આદિશક્તિ માતા
અષ્ટમે મહાગૌરી સ્મરું, વૃષભવાહની માતા
ડમરું ત્રિશૂલ સ્થાપતાં, ગૌર આભા માતા
જય મા જય આદિશક્તિ માતા
નવમે સિધ્ધિદાત્રી પ્રણમું, સર્વ ધારિણી માતા
શંખ ચક્ર ગદા પદ્મ સ્થિતા, આદિ પરાશક્તિ માતા
જય મા જય આદિશક્તિ માતા
જય મા જય નારાયણી માતા
જય મા જય ભવતારિણી માતા
જય મા જય ભુવનેશ્વરી માતા
જય મા જય આદિશક્તિ માતા