ઘોડો બનાવતાં પહેલાં આ મોડલ બનાવ્યૂ હતું. દીકરીના દીકરાને બતાવતાં તેણે કહ્યું ,” આ તો ઊંટ જેવું લાગે છે.” માટે એની ડોકને થોડોક વળાંક આપ્યો હતો; અને કાંઈક ઘોડા જેવું મોડલ બન્યું!
પણ પછી વિચારે ચઢી ગયો કે, આ ઊંટ અને ઘોડાની વચ્ચેના પ્રાણીને શું કહેવાય?
અને તરત પેરૂ દેશની તાજેતરમાં વાંચેલી વિગત યાદ આવી ગઈ. અરે! આ તો અલ્પાકા બન્યું છે.
જોઈ લો આ અલ્પાકાને …






































