
પોપટના મોડલમાં પ્લીટ ફોલ્ડ ઉમેરી આ મોડલ બનાવ્યું છે.
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
6
Feb
ટેન્ગ્રામ ચાઈનીઝ કોયડો છે. સાત જ મુળ ટુકડા વાપરીને હજારો જાત જાતના અને ભાત ભાતના આકારો બનાવી શકાય છે. દરેક આકારમાં સાતે સાત ટુકડા વાપરવા ફરજીયાત હોય છે.ઓછા ટુકડા અથવા બે સેટ વાપરીને પણ આકારો બનાવી શકાય; પણ તે ટેન્ગ્રામ ન કહેવાય.

આ પાયાનો આકાર - ચોરસ છે. હવે પછી વીધ વીધ આકારો અહીં દર્શાવવામાં આવશે.
Tags: Tangram
5
Feb

સબમરીન
આ મોડલ બનાવવાની રીત ચીલાચાલુ ઓરીગામી કરતાં સાવ જુદી પડી જાય છે - જે મને અચાનક સુઝી હતી. સૌથી પહેલો ફોલ્ડ વીશીષ્ઠ રીતનો છે. એની જગ્યા બદલતાં જાતજાતના આકારવાળી સબમરીન બની શકે છે.
ટેન્ક પણ આ જ રીતમાંથી બનાવેલી છે.
Tags: Origami
4
Feb

ચોરસ કાગળને આમતેમ મચડતાં આ મોડલ આકસ્મીક ઉપસી આવ્યું. આમાં જ થોડાક ફેરફાર કરવાથી સબમરીન અને પ્લેન પણ બની શકે છે.
Tags: Origami
3
Feb

સી હોર્સ
પોપટ બનાવવાની રીતમાંથી આ રુપકડો જીવ ટપકી પડ્યો. બન્ને મારાં પોતાનાં મહાન સર્જન..
Tags: Origami
2
Feb

ગાય
આ મોડલ શુધ્ધ ઓરીગામી ન કહેવાય. ચોરસ કાગળમાંથી બનતા આ મોડલ માટે, ચાર જગ્યાએ કાપ મુકવા પડે છે - ચાર પગ છુટા કરવા માટે.
Tags: Origami
1
Feb

પેગોડા
આમ તો આ મોડલ માટે છ ચોરસ કાગળ જોઈએ; પણ ખાસ રંગીન કાગળ વાપર્યા હોવાથી, કસર કરી માત્ર બે જ કાગળમાંથી બરાબર વેત કરી છ ચોરસ કાગળ નીકાળી કાઢ્યા.
બાપાના ચાર શર્ટમાંથી બાબલાનું એક મફતમાં!
Tags: Origami
29
Jan

લશ્કરી ટેન્ક
ચોરસ કાગળમાંથી બનતા આ મોડલમાં થોડાક જ ફેરફાર કરવાથી જાતજાતના આકાર બનાવી શકાય છે. આની પધ્ધતી જાતે શોધી કાઢેલી છે.
Tags: Origami
28
Jan

લંબચોરસ કાગળમાંથી કાપીને, શક્કરપારા આકારના કાગળમાંથી બનતું હોવાના કારણે, આ મોડલ શાસ્ત્રીય રીતે ઓરીગામી મોડલ ન કહી શકાય. પણ એનો ઉંચો આકાર આ કારણે શક્ય બને છે.
Tags: ori