કેવી ચળકતી છે - અમારા ડાઈનિંગ ટેબલની સપાટી?
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
25
May
21
May
જયના ‘ બર્મ્યુડા ત્રિકોણ’ માટે એક સ્ટીમર બનાવવાની હતી. જ્યુસના કાર્ટનમાંથી સરસ મજાની સ્ટીમર બનાવી દીધી.
21
May
જયના પ્રોજેક્ટ માટે ‘ બર્મ્યુડા ત્રિકોણ’માં ગુમ થઈ ગયેલું મિલિટરી પ્લેન બનાવવાનું હતુ. સાવ પૂંઠાકામથી આ બનાવવા બેસું તો બહુ જ સમય જાય.
આથી વિચાર આવ્યો કે, અગાઉ શુદ્ધ ઓરિગામીની પદ્ધતિમાં એરોપ્લેન બનાવ્યું જ હતુ. ( એ જોવા અહીં ‘ક્લિક’ કરો) તો એવું પ્લેન બનાવી એની ઉપર જ વધારાના શણગાર ચીપકાવી દઉં તો કેવું? પૂંછડી માટે અને કોકપીટ આગળના ભાગને થોડોક મઠારવાથી આમ બહુ સરલતાથી થઈ શકે તેમ હતું.
આથી સર્જાયું મારું પહેલું હાઈબ્રીડ મોડલ-
17
May
ામ તો આ ઢીંગલા જેવા લાગે છે; પણ એ એલિયન છે. મારા દોહિત્ર જયના વિજ્ઞાન પ્રોજેક્ટ માટે એની કલ્પના મુજબ બનાવેલ પુરુષ અને સ્ત્રી એલિયનો …
Tags: Paper Craft
7
May
Tags: Origami
7
May
જે ચોપડીમાંથી ‘ મોર’ બનાવતાં શિખ્યો હતો; તે ઘણા વખતે ખોલી; અને હાથી બનાવતાં શિખ્યો.
પહેલાં મોર જોવા અહીં ‘ક્લિક’ કરો
અને આ રહ્યો હાથી ….
Tags: Origami
4
May
ગઈકાલે રીંછ બનાવ્યું હતું. એમાં માત્ર થોડાક જ ફેરફાર કર્યા અને બની ગયું … શાહમૃગ!
જોઈ લો …
Tags: Origami
3
May
૭૦% સ્ટેપ ઊંટ બનાવવાના, થોડોક જ બદલાવ અને રીંછ બની ગયું.
પહેલાં એનું પૂંછડું આમ લાંબું હતું-
પછી કાતર ચલાવીને એને સાઈઝમાં કાતરી દીધું! -
Tags: Origami
2
May
ડલાસ ફોર્ટવર્થ મેટ્રોપ્લેક્સમાં દાદા ભગવાનના ઉપદેશો અને તેમના અક્રમ વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિઓનું એક ગ્રુપ છે- નામે ‘ડલાસ મહાત્મા’. આ ગ્રુપની એક પિકનિક શનિવાર તારીખ ૩૦ એપ્રિલના રોજ યોજાઈ હતી. આ પિકનિકની પ્રવૃત્તિઓમાં ઓરિગામિ વિશે જાણકારી આપવાનું મને ઈજન મળ્યું હતું.
આ કાર્યક્રમ માટે મે ઓરિગામિ મોડલોનું એક ડિસ્પ્લે બોર્ડ બનાવ્યું હતુ. એની અને કાર્યક્રમની ઝલક …..
-
-
બાળકોએ અને વાલીઓએ બહુ ઉત્સાહથી આ વર્કશોપમાં ભાગ લીધો હતો; અને જાતે મોડલો બનાવવાની મજા માણી હતી. મારું કામ પત્યા બાદ ગ્રુપના સંચાલક નરેન્દ્રભાઈએ પણ ઉત્સાહમાં આવી જઈને કાન ફડફડાવી શકે તેવું સસલૂં માત્ર ૩૦ સેકન્ડમાં જ બનાવતાં શિખવાડ્યું હતું.
આ તક મને આપવા માટે સમગ્ર ગ્રુપ અને ખાસ તો તેના સંચાલક શ્રી. નરેન્દ્ર તારપરા , શ્રીમતિ ત્રિવેણી તારપરા અને આ પિકનિકનું સંચાલન કરનાર યુવાન મિત્રો શ્રી. દક્ષેશ આચાર્ય અને શ્રી. શ્રીપાલ બગડિયાનો હું આભારી છું.
26
Apr
મારા દિકરા જેવો બની ગયેલો કેરો વાસી જનાબ મુર્તુઝાઅલી પટેલ નેટ વેપારી છે. પણ મને ગમી ગયેલો, સર્જનાત્મક અને કલ્પનશીલ પ્રતિભા ધરાવતો , મારા જ ગામ અમદાવાદનો, ઉત્સાહથી તરવરતો નવયુવાન છે. એના બ્લોગ પર સાવ નવા બૉલ ( બોલ નહીં!) નું વર્ણન વાંચી, સ્વભાવે બાળક એવા આ ૬૮ વરસના ડોસાજીએ બાયોલોજિકલ દિકરા ઉમંગ પાસે એ રમકડું લાવી દેવાની હઠ પકડી; અને ત્રણેક અઠવાડિયામાં એ રમકડું ટપાલ દ્વારા મળી પણ ગયું.
અન ડોસાજી તો રમવા લાગી ગયા.
જોઈ લો આ શરૂઆતના મોડલો -
Tags: neoballs
26
Apr
ગુજરાતી બ્લોગ જગત શેરથી ચારે બાજુ ગાજી ઊઠ્યું છે; ત્યારે આ શેરની રચનાને પણ માણી લો.
જો કે, ગુજરાતીમાં તો આપણે એને વાઘ તરીકે જ ઓળખીએ છીએ.
બે ચોરસ કાગળમાંથી બનતું આ મોડલ તમને ગમ્યું?
વાઘનું મોં સુધારવાના/ મઠારવાના પ્રયત્નો ચાલુ છે!
Tags: Origami
17
Apr
મુળ ભારતીય હોવાના સબબે આ મારું બહુ જ પ્રીય મોડલ છે.બનાવવામાં થોડું મુશ્કેલ આ મોડલ, બે ચોરસ જેટલા લાંબા લંબચોરસ કાગળમાંથી બનાવી શકાય છે.
Tags: Origami
16
Apr
વાઈકિન્ગ હોડી બનાવ્યા બાદ ગઈકાલે એના મૂળ આકારને કાટખૂણે બદલી નાંખતાં, હોડી બનવવાની કળામાં એક નવું જ પરિમાણ ઉમેરાયું.
વાઈકિંગ હોડી કરતાં સાવ નવો જ આકાર- ચપટો, મધ્યકાલીન યુગના ચીની વહાણ જેવો.
આથી એને નામ આપ્યું ‘ ચીની હોડી’. એ જાણીને આશ્ચર્ય થશે કે, કોલમ્બસથી ૨૦૦ વર્ષ પહેલાં એક ચીની મુસાફરે કોલમ્બસ કરતાં ઘણાં મોટાં અને ઘણી મોટી સંખ્યામાં ચીની કાફલાને દોર્યો હતો, અને ઘણી મોટી મુસાફરીઓ કરી હતી. તે કદાચ ઓસ્ટ્ર્લિયા / અમેરિકન ખંડોના કાંઠાઓ સુધી પણ પહોંચી ગયો હતો.
અને પછી તો આ નવા આકારના આધારે ઘણાં બધાં મોડલો બનાવી શક્યો.
Tags: Origami
15
Mar
અમારા જયને હેલ્મેટ બનાવવાનો શોખ થયો; અને બનાવી દીધી. એક નહીં પણ બે ! પહેલી થોડી મોટી બની - મારા માપની. પછી બીજી એના માપની બનાવી આપી. બન્ને હેલ્મેટ - પહેરનાર સાથે ….