ડલાસ ફોર્ટવર્થ મેટ્રોપ્લેક્સમાં દાદા ભગવાનના ઉપદેશો અને તેમના અક્રમ વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિઓનું એક ગ્રુપ છે- નામે ‘ડલાસ મહાત્મા’. આ ગ્રુપની એક પિકનિક શનિવાર તારીખ ૩૦ એપ્રિલના રોજ યોજાઈ હતી. આ પિકનિકની પ્રવૃત્તિઓમાં ઓરિગામિ વિશે જાણકારી આપવાનું મને ઈજન મળ્યું હતું.
આ કાર્યક્રમ માટે મે ઓરિગામિ મોડલોનું એક ડિસ્પ્લે બોર્ડ બનાવ્યું હતુ. એની અને કાર્યક્રમની ઝલક …..
-
-
બાળકોએ અને વાલીઓએ બહુ ઉત્સાહથી આ વર્કશોપમાં ભાગ લીધો હતો; અને જાતે મોડલો બનાવવાની મજા માણી હતી. મારું કામ પત્યા બાદ ગ્રુપના સંચાલક નરેન્દ્રભાઈએ પણ ઉત્સાહમાં આવી જઈને કાન ફડફડાવી શકે તેવું સસલૂં માત્ર ૩૦ સેકન્ડમાં જ બનાવતાં શિખવાડ્યું હતું.
આ તક મને આપવા માટે સમગ્ર ગ્રુપ અને ખાસ તો તેના સંચાલક શ્રી. નરેન્દ્ર તારપરા , શ્રીમતિ ત્રિવેણી તારપરા અને આ પિકનિકનું સંચાલન કરનાર યુવાન મિત્રો શ્રી. દક્ષેશ આચાર્ય અને શ્રી. શ્રીપાલ બગડિયાનો હું આભારી છું.





































