ઘોડો બનાવ્યો , તે પહેલાં આમ તો ઝીબ્રા માટેની રીત મળી હતી. એ ચોપડીમાં આગળ જોતાં ‘મગર’ બનાવવાની રીત પણ મળી આવી.
આજે એની ઉપર હાથ અજમાવ્યો અને જોઈ લો આ ભયાનક મગર…
આ બધાં મોડલ - ઝીબ્રા, અલ્પાકા, ઘોડો અને મગર બનાવવા બે ચોરસ કાગળ જોઈએ છે.
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
1
Oct
ઘોડો બનાવ્યો , તે પહેલાં આમ તો ઝીબ્રા માટેની રીત મળી હતી. એ ચોપડીમાં આગળ જોતાં ‘મગર’ બનાવવાની રીત પણ મળી આવી.
આજે એની ઉપર હાથ અજમાવ્યો અને જોઈ લો આ ભયાનક મગર…
આ બધાં મોડલ - ઝીબ્રા, અલ્પાકા, ઘોડો અને મગર બનાવવા બે ચોરસ કાગળ જોઈએ છે.
Tags: Origami
28
Sep
વલીભાઈની સાથે પાટણ ગયો હતો; ત્યારે તેમના ભત્રીજા અને આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અનીસ મુસા પાસે આંખો તપાસાવી હતી - અલબત્ત મફતમાં જ! અને સાથે બોનસમાં સરસ મઝાના, એક્સ-રે ફિલ્મના રક્ષણ માટે સાથે આવતા, પીળા રંગના, ખાનદાન કાગળોનું બંડલ પણ સાવ મફતમાં મેળવી લીધું હતું!
કેવો પાક્કો અમદાવાદી?
જો કે, અહીં ડો. અનિસ મુસાની ખાનદાનિયત કે, મફતના મહિમા કરતાં - અથવા આ અમાદાવાદી જણની ફિલમ ઉતારવા કરતાં, એ કાગળની ખાનદાની ફોકસમાં છે. (કેન્દ્ર સ્થાને?)
એમ કેમ?
હું ઓરીગામીનું કોઈ નવું મોડલ બનાવું; તે્નો ત્રણ ચાર વખત મહાવરો સાદા કાગળ વાપરીને કરું; પછી આ ખાનદાન કાગળમાંથી મોડલ બનાવું - કેમેરામાં ઝડપવા અને અહીં મૂકવા. એના ફોલ્ડે, ફોલ્ડે ડો.અનીસ મુસા અને એમના આખા ખાનદાનને અંતરના આશિષ આપમેળે દિલમાંથી સરતા રહે છે. એ કાગળની કુમાશ અને છતાં કડકપણું ઓરીગામી માટે એકદમ શ્રેષ્ઠ હોય છે. ને પીળો રંગ હોવાના કારણે કેમેરામાં ઝડપાતું ચિત્ર પણ ઉમદા ઉપસી આવે છે.
કેટલાય સમયથી ઓરીગામીનો ઘોડો બનાવવા મન હતું; પણ કોઈ રીત મળતી ન હતી. આખરે હમણાં જૂના કાગળો ફંફોસતાં ઝીબ્રા બનાવવાની રીત મળી આવી. ઝીબ્રા તો ખાસ આકર્ષક ન બન્યું; પણ એ જ ખાનદાનનો ઘોડો બનાવવા સૂઝ્યું. થોડાક જ ફેરફાર અને સરસ મઝાનો ઘોડો ઊભરી આવ્યો.
લો બન્ને મોડલ હાજર છે.
Tags: Origami
5
Sep
Tags: Origami
11
Aug
પેન્ગ્વીન બનાવતો હતો , અને એમ લાગ્યું કે, એના ફોલ્ડમાં થોડોક ફેર કરવાથી પ્લેન બની જાય. થોડાક જ ફેરફાર કર્યા, અને લો! બે જુદી જુદી ડિઝાઈનના પ્લેન બની ગયા.
Tags: Origami
6
Aug
Tags: Origami
6
Aug
Tags: Origami
3
Aug
Tags: Origami
21
Jul
લંબચોરસ કાગળમાંથી મોર બનાવવાની સરૂઆત કરી; અને કંટાળો આવ્યો.
અડધા રસ્તે નવા ફોલ્ડ કર્યા અને બની ગઈ ક્રૂઝર!
Tags: Origami
30
Jun
Tags: Origami
2
Jun
બે દિવસ પર બાળકોને લઈને સ્વિમીંગ પુલ ગયો હતો; ત્યારે સમય પસાર કરવા એ બનાવવા વિચાર્યું. પણ ફોલ્ડ કરતાં અડધે પહોંચ્યો ; અને થોડોક ફેરફાર જરવાનું સૂઝ્યું. અને આ નવી ડિઝાઈનનું પ્લેન બની ગયું.
Tags: Origami
7
May
Tags: Origami
7
May
જે ચોપડીમાંથી ‘ મોર’ બનાવતાં શિખ્યો હતો; તે ઘણા વખતે ખોલી; અને હાથી બનાવતાં શિખ્યો.
પહેલાં મોર જોવા અહીં ‘ક્લિક’ કરો
અને આ રહ્યો હાથી ….
Tags: Origami
4
May
ગઈકાલે રીંછ બનાવ્યું હતું. એમાં માત્ર થોડાક જ ફેરફાર કર્યા અને બની ગયું … શાહમૃગ!
જોઈ લો …
Tags: Origami
3
May
૭૦% સ્ટેપ ઊંટ બનાવવાના, થોડોક જ બદલાવ અને રીંછ બની ગયું.
પહેલાં એનું પૂંછડું આમ લાંબું હતું-
પછી કાતર ચલાવીને એને સાઈઝમાં કાતરી દીધું! -
Tags: Origami