ઘોડો બનાવ્યો , તે પહેલાં આમ તો ઝીબ્રા માટેની રીત મળી હતી. એ ચોપડીમાં આગળ જોતાં ‘મગર’ બનાવવાની રીત પણ મળી આવી.
આજે એની ઉપર હાથ અજમાવ્યો અને જોઈ લો આ ભયાનક મગર…
આ બધાં મોડલ - ઝીબ્રા, અલ્પાકા, ઘોડો અને મગર બનાવવા બે ચોરસ કાગળ જોઈએ છે.
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
1
Oct
ઘોડો બનાવ્યો , તે પહેલાં આમ તો ઝીબ્રા માટેની રીત મળી હતી. એ ચોપડીમાં આગળ જોતાં ‘મગર’ બનાવવાની રીત પણ મળી આવી.
આજે એની ઉપર હાથ અજમાવ્યો અને જોઈ લો આ ભયાનક મગર…
આ બધાં મોડલ - ઝીબ્રા, અલ્પાકા, ઘોડો અને મગર બનાવવા બે ચોરસ કાગળ જોઈએ છે.
Tags: Origami
28
Sep
વલીભાઈની સાથે પાટણ ગયો હતો; ત્યારે તેમના ભત્રીજા અને આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અનીસ મુસા પાસે આંખો તપાસાવી હતી - અલબત્ત મફતમાં જ! અને સાથે બોનસમાં સરસ મઝાના, એક્સ-રે ફિલ્મના રક્ષણ માટે સાથે આવતા, પીળા રંગના, ખાનદાન કાગળોનું બંડલ પણ સાવ મફતમાં મેળવી લીધું હતું!
કેવો પાક્કો અમદાવાદી?
જો કે, અહીં ડો. અનિસ મુસાની ખાનદાનિયત કે, મફતના મહિમા કરતાં - અથવા આ અમાદાવાદી જણની ફિલમ ઉતારવા કરતાં, એ કાગળની ખાનદાની ફોકસમાં છે. (કેન્દ્ર સ્થાને?)
એમ કેમ?
હું ઓરીગામીનું કોઈ નવું મોડલ બનાવું; તે્નો ત્રણ ચાર વખત મહાવરો સાદા કાગળ વાપરીને કરું; પછી આ ખાનદાન કાગળમાંથી મોડલ બનાવું - કેમેરામાં ઝડપવા અને અહીં મૂકવા. એના ફોલ્ડે, ફોલ્ડે ડો.અનીસ મુસા અને એમના આખા ખાનદાનને અંતરના આશિષ આપમેળે દિલમાંથી સરતા રહે છે. એ કાગળની કુમાશ અને છતાં કડકપણું ઓરીગામી માટે એકદમ શ્રેષ્ઠ હોય છે. ને પીળો રંગ હોવાના કારણે કેમેરામાં ઝડપાતું ચિત્ર પણ ઉમદા ઉપસી આવે છે.
કેટલાય સમયથી ઓરીગામીનો ઘોડો બનાવવા મન હતું; પણ કોઈ રીત મળતી ન હતી. આખરે હમણાં જૂના કાગળો ફંફોસતાં ઝીબ્રા બનાવવાની રીત મળી આવી. ઝીબ્રા તો ખાસ આકર્ષક ન બન્યું; પણ એ જ ખાનદાનનો ઘોડો બનાવવા સૂઝ્યું. થોડાક જ ફેરફાર અને સરસ મઝાનો ઘોડો ઊભરી આવ્યો.
લો બન્ને મોડલ હાજર છે.
Tags: Origami
5
Sep
Tags: Origami
4
Sep
ઘણા વખત પછી કોમ્પ્યુટર પર મળતી આ રમત રમવાનો લ્હાવો લીધો. દરેક રમતની જેમ આ પણ ચાન્સની રમત તો છે જ. પણ રમવામાં ઠીક ઠીક કૌશલ્ય માંગી લે છે. ( સ્કીલ વધારે નેચરલ લાગશે, નહીં? ! )
પણ અહીં એનો ઉલ્લેખ એક ખાસ શક્યતા ઊભી થવાના કારણે સર્જાયો.
આજે એક રમત રમ્યો. બધાં માઈન શોધી કાઢ્યા, પણ કોમ્પ્યુટર દાદાએ આ દાદાને અભિનંદન ન આપ્યા!
કારણ ?
એક વધારે માઈન શોધી હતી. એટલે કે, એક ખાનાંને ખોટી રીતે માઈન ગણ્યું હતું.
હવે ખરી આપદા શરૂ થઈ. કઈ માઈન ખોટી ?
અને ઘણી લમણાંઝીક બાદ, એ ગોતી કાઢી, અને જંગ જીતાણો !!
અને દાદાએ દાદાને અભિનંદન આપ્યા!
11
Aug
પેન્ગ્વીન બનાવતો હતો , અને એમ લાગ્યું કે, એના ફોલ્ડમાં થોડોક ફેર કરવાથી પ્લેન બની જાય. થોડાક જ ફેરફાર કર્યા, અને લો! બે જુદી જુદી ડિઝાઈનના પ્લેન બની ગયા.
Tags: Origami
6
Aug
Tags: Origami
6
Aug
Tags: Origami
3
Aug
કોમ્યુટર પર પત્તાંની રમત રમવી, એ કદાચ સૌ આધુનિકોનું નિર્દોશ વ્યસન હશે.
મારું તો છે જ!
પણ આ વ્યસનને નવી નવી શક્યતાઓ ઊભી કરવાની હોબી પણ બનાવી શકાય.
મારી ‘ફ્રીસેલ’ રમતની આવી હોબી અંગે અવલોકનો લખ્યાં છે …. - ૧ - ; - ૨ -
એનાં ચિત્રો આ રહ્યાં …
સ્પાઈડર સોલિટેરમાં શક્ય ઉકેલ નજીક હોય અને છતા બને તેટલાં પત્તાં પૂરી જોડી બનાવ્યા વિના બાકી રહે તેવી બે શક્યતાઓ ઊભી કરી શક્યો …
લો ! આ જોઈ લો.
3
Aug
Tags: Origami
21
Jul
લંબચોરસ કાગળમાંથી મોર બનાવવાની સરૂઆત કરી; અને કંટાળો આવ્યો.
અડધા રસ્તે નવા ફોલ્ડ કર્યા અને બની ગઈ ક્રૂઝર!
Tags: Origami
21
Jul
હોબીના બ્લોગ પર કવિતા? હા! એમ જ.
કેટલા સરસ અક્ષરો? લન્ડન સ્થિત મિત્ર શ્રી. દિલીપ ગજ્જર બહુ સરસ હસ્તાક્ષર ધરાવે છે- એમ કહું તે બહુ મોટા ગજાના કલાકારનું અપમાન જ ગણાય. પણ આમ લખવું જ પડે એમ છે. વાત જાણે એમ છે કે……
એમની એક કવિતામાં સુંદર ફોન્ટ જોઈ મને થયું કે આવા ફોન્ટ વસાવ્યા હોય તો કેમ?
અને તપાસ કરતાં દિલીપભાઈનાં કૌશલ્યોની જાણ થઈ. તેઓ સરસ કેલિગ્રાફી તો કરે જ છે; પણ બહુ સારા ગાયક છે - કવિ હોવા ઉપરાંત. લન્ડનમાં પોતાનો સ્ટુડિયો ધરાવે છે.
અને સૌથી વધારે હરખ ઊપજે તેવી વાત…
એ બહુ સરસ, ‘માણસ કહી શકાય તેવા’ માણસ છે.
જે કવિતા પરથી આ જ્ઞાન પ્રાપ્ત થયું તે વાંચવા અહીં ‘ક્લિક’ કરો. .
30
Jun
Tags: Origami
30
Jun
એક વરસ પહેલાં.
http://rutmandal.info/HobbyVishwa/2010/10/08/bonsai_weeping_willow/
અને એક વરસ પછી, આજે ..
બીજા બધા બોન્સાઈ, ગયા શિયાળાની ઠંડી ખાળી ન શક્યાં.
પણ આ ખમતીધર જાત કેવી ફૂલી ફાલી છે? દોઢ ફૂટ ઊંચી થઈ ગઈ. આવતી વસંતે એની કાપણી કરી શકાશે.
2
Jun
બે દિવસ પર બાળકોને લઈને સ્વિમીંગ પુલ ગયો હતો; ત્યારે સમય પસાર કરવા એ બનાવવા વિચાર્યું. પણ ફોલ્ડ કરતાં અડધે પહોંચ્યો ; અને થોડોક ફેરફાર જરવાનું સૂઝ્યું. અને આ નવી ડિઝાઈનનું પ્લેન બની ગયું.
Tags: Origami