આ સોલ્ટર જેવી રમત છે. પણ ઘણા બધા વૈવિધ્યવાળી છે.
બહારથી તે આવી દેખાય છે.
એનો ઘેરો વાદળી છેડો ખોલતાં, તેની અંદર નીચે મુજબ ખાનાં હોય છે.
કુંકરીઓના ખાનામાં 14 વાદળી અને એક નારંગી રંગની , એમ કુલ 15 કુંકરીઓ હોય છે. કાર્ડના ખાનામાં કોયડાઓના 40 કાર્ડ હોય છે. તેમાં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ રીતે, કુંકરીઓને બોર્ડની ઉપર આપેલાં કાણાંઓમાં ગોઠવાવાની હોય છે.
જુઓ, પહેલા કોયડામાં નીચે મુજબ કુંકરીઓ ગોઠવવાની છે.
રમત રમવાની શરતો નીચે મુજબ છે.
- કોઈ પણ કુંકરીને બીજી કુંકરી ઉપરથી પાર કરીને, તેની બીજી બાજુ મૂકવાની હોય છે.
- આમ કરતાં જે કુંકરી કુદાવી હોય તે રમતમાંથી દૂર કરવાની હોય છે.
- બોર્ડ પર બતાવી હોય તે જ દીશામાં કુંકરી કુદાવી શકાય છે.
- સૌથી છેલ્લે માત્ર નારંગી રંગની કુંકરી જ બાકી રહેવી જોઈએ.
આ કોયડાનો ઉકેલ આવતીકાલે ….
અને એક બીજી અગત્યની વાત….
આ કોયડો રમવા કે ઉકેલવા માટે જરુરી નથી કે, તમારી પાસે ઉપર બતાવેલો સેટ હોવો જ જોઈએ. સાદા કાગળ પર નીચેની આકૃતિ દોરી; એને પુંઠા પર ચિપકાવી તમારું બોર્ડ તમે જાતે પણ બનાવી શકો છો; અને કોઈ પણ કુંકરી વાપરી શકો છો. માત્ર એક કુંકરી અલગ રંગની હોવી જોઈએ.
Posted under Uncategorized, સબટ્રેક્સ, સુરેશ જાની
This post was written by Suresh Jani on August 29, 2009





nice game. Modified version of checkers. Liked it.
Ya, checkers, solter , subtrax … are all jumping and elimination.
હંમણા બહુ સમજ પડતી નથી પણ ભીલ્લુ મળતા પ્રયત્ન કરશુ.
‘કોઈ પણ કુંકરી વાપરી શકો છો. માત્ર એક કુંકરી અલગ રંગની હોવી જોઈએ’
આમ તો આ રમત અહિંસક લાગે છે-
પણ આવું થાય તો…?
રાજાએ નાખી કુંકરી રે વાણિયાણ મારવાડી,
વાગી વાણિયાણી લેલાડ રે વાણિયાણ મારવાડી,
હીરકોરી ધોતિયાં ફાડિયાં રે વાણિયાણ મારવાડી,
પાટો બાંધ્યો લેલાડ રે વાણિયાણ મારવાડી,