થોડા દિવસ પહેલાં ચોપડી વાંચતો બેઠો હતો. કશાક કામ માટે ઉભા થવાનું થયું. હાજરમાં કોઈ બુકમાર્ક ન હતો. એટલે બાજુમાં પડેલા કાગળને એ માટે વાપર્યો. થોડી વારે પાછો આવ્યો, અને ચોપડીને બદલે એ કાગળ પર નજર ઠરી. સરસ જાડો ઈન્ડેક્સ પેપર હતો. મારી આદત પ્રમાણે એને થોડોક વાળી ઘાટ આપ્યો.
સાંજે દીકરીનો દીકરો સમર કોલેજમાંથી આવ્યો. એને એ આકાર ગમી ગયો અને મારી પાસેથી પડાવી લીધો! સરસ મજાના કલર કર્યા. એને નાનકડું રમવાનું જેટ પ્લેન મળી ગયું હતું. શનિવારે એના બે બાળમિત્રો અમારા ઘેર એની સાથે રમવા આવ્યા. એમને પણ એ પ્લેન ગમી ગયું અને મારી પાસે બીજા બનાવી આપવાની ઉઘરાણી કરી.
અને પછી તો પ્લેન બનાવવાની ફેક્ટરી જ ચાલુ થઈ ગઈ!
લો એ બધી ડીઝાઈનો માણો .





Related Articles
No user responded in this post
Leave A Reply