1 user responded in this post

Subscribe to this post comment rss or trackback url
User Gravatar
pragnaju said in May 14th, 2009 at 2:26 am

કાબરનું કદ ૨૫ સે.મી.અને માથાનો રંગ,ગરદન અને ઉપલી છાતી પર કાળો હોય છે.બાકીનો રંગ કથ્થાઇ,જે પીઠપર વધારે ઘેરો અને પેટાળમાં ઝાંખો હોય છે.પૂંછડી પાસે પેટાળમાં સફેદ હોય છે.તેની ગોળાકાર પૂંછ્ડી કાળી અને છેડા પાસે સફેદ હોય છે.આંખો રાતી કથ્થાઇ,ચાંચ અને નરમ બોળીયાં જે આંખ નીચે અને પાછળ આવે છે તેનો રંગ પીળો અને પગ પણ પીળા હોય છે.નર અને માદાનો દેખાવ એટલો સમાન હોય છે કે તેને અલગ-અલગ વરતવા મુશ્કેલ છે.
ગુજરાત તથા ભારતમાં બધેજ.ખુલ્લા વગડામાં,ખેતરોમાં તથા માનવ વસાહતોની નજીક જોવા મળે છે.દક્ષિણપૂર્વ એશિયા,મધ્યપૂર્વ,દ.આફ્રીકા,ઇઝરાયેલ,ઉ.અમેરીકા,ઓસ્ટ્રેલીયા,ન્યુઝીલેન્ડ અને હવાઇ સહીતના દરીયાઇ ટાપૂઓ પર જોવા મળે છે.
કાબર ઝાડના થડનીં બખોલમાં માળો બનાવી અને તેમાં સામાન્ય રીતે ૪ થી ૬ ઇંડા મૂકે છે.
કાબર સર્વભક્ષી પક્ષી છે,તે અનાજ,ફળ,જીવાત તથા માનવ વસાહતો પાસે વધ્યુંઘટ્યું એંઠવાડ પણ ખાય છે.તે ઘાસીયા મેદાનોમાંથી વિણી વિણીને જીવાત તથા ઘાસીયા જીવડાં ખાય છે.
કર્કશ અવાજ હોય છે,સાપ કે તેવું જોખમ જોતાં ભયસૂચક બોલી બોલે છે જેને દેશીભાષામાં ચડાવો કહે છે,જેનાથી અન્ય પક્ષીઓ તથા માણસો પણ સાવધાન થઇ જાય છે.જોકે આ પક્ષી અન્યની બોલીની નકલ બહુજ સારી રીતે કરી જાણે છે.

Leave A Reply

 Username (Required)

 Email Address (Remains Private)

 Website (Optional)