ચોરસ કાગળમાંથી બનાવેલું આ મોડલ જાતે શોધી કાઢેલું છે.
ગરવી ગુજરાતીમાં વિશ્વના ચરણે હોબીઓનો ખજાનો
29
Jan
ચોરસ કાગળમાંથી બનતા આ મોડલમાં થોડાક જ ફેરફાર કરવાથી જાતજાતના આકાર બનાવી શકાય છે. આની પધ્ધતી જાતે શોધી કાઢેલી છે.
Tags: Origami
28
Jan
લંબચોરસ કાગળમાંથી કાપીને, શક્કરપારા આકારના કાગળમાંથી બનતું હોવાના કારણે, આ મોડલ શાસ્ત્રીય રીતે ઓરીગામી મોડલ ન કહી શકાય. પણ એનો ઉંચો આકાર આ કારણે શક્ય બને છે.
Tags: ori
23
Jan
હોડીની શ્રેણીનું આ છેલ્લું મોડલ છે.
નાના હતા ત્યારે છરા વહાણ બનાવતા હતા, તે યાદ છે?
એ કળા સાવ ભુલાઈ ગઈ હતી. ચોરસ કાગળમાંથી સબમરીન બનાવવાની શરુઆત કરી , બે ચાર પ્રયત્ને આ મોડલ બની ગયું !
Tags: Origami
22
Jan
Tags: Origami
21
Jan
આમ તો આ હોડી આપણી જુની અને જાણીતી જ છે. પણ બનાવવાની રીત થોડી જુદી છે.
ચોરસ કાગળને ચીલાચાલુ રીતે વાળતાં પહેલાં, ચારેક જેટલા વધારાના ફોલ્ડ કરવાથી સઢ ઉમેરી શકાય છે. હું આ રીત આકસ્મીક જ શોધી શક્યો હતો.
Tags: Origami
20
Jan
આ હોડી પણ લંબચોરસ કાગળમાંથી બનાવી છે. 15 જાન્યુઆરીની ડીઝાઈન મુજબ.
પણ આમાં તળીયું ચપટું રહે એની કાળજી લીધી છે. આ ધ્યેય સીધ્ધ કરવા ઘણી મહેનત અને માથાકુટ કરવી પડી !
Tags: Origami
19
Jan
આમ તો આ સાદી હોડી જ દેખાય છે ને? આપણે નીશાળમાં બનાવતાં હતાં એવી?
પણ.. ના! એ લંબચોરસ કાગળમાંથી બનાવેલી છે !
Tags: Origami
18
Jan
7 નમ્બરના મોડલમાં સાવ નજીવો ફેરફાર કરતાં આ મોડલ બને છે. એક સઢવાળી આ હાઉસ બોટ વધારે આકર્ષક લાગે છે.
Tags: Origami
16
Jan
5 નંબરની હોડીનું તળીયું ચપ્પટ હોય છે; જ્યારે આ હોડીનું તળીયું સપાટ. આથી આ હોડી સારી રીતે ઉભી રહી શકે છે.
Tags: Origami
15
Jan
લંબચોરસ કાગળને ચાર ભાગમાં વાળી, કાતરથી એક જ કાપ મુકી, આ મોડલ બનાવવાની રીત મેં જાતે શોધી કાઢી છે. કાપ કઈ રીતે અને ક્યાં મુકવો, તે બદલી જુદા જુદા આકાર નીપજાવી શકાય છે.
Tags: Origami
14
Jan
લંબચોરસ કાગળમાંથી ચોરસ કાગળ બનાવતાં, વધેલ નાના ટુકડામાંથી આ મોડલ બનાવવાની રીત મારી જાતે શોધી કાઢી છે.
વેસ્ટમાંથી બેસ્ટ !!
Tags: Origami
13
Jan
ચોરસ કાગળમાંથી બનાવેલી આ સ્ટીમર કેટલી બધી વખત બનાવી હતી? અને એમાં નજીવો ફેરફાર કરી, કાતર, પીસ્તોલ અને ઝભલું પણ બનાવતા હતા ને?
Tags: Origami