કાર રેસિંગ

આ એક નવી રમત કાલે જોવા મળી; અને જોતાંની સાથે જ ગમી ગઈ.

અમારા શહેરની નજીક આવેલા ગ્રાન્ડ પ્રેરીમાં એક મેથોડીસ્ટ ચર્ચ છે. તેમાં વિવિધ વયનાં બાળકો માટે ‘ ગ્રાન્ડ પ્રિક્સ - 2010 ‘ એ નામથી આ મોડલ કાર રેસની સ્પર્ધા યોજાઈ હતી.  કોઈ રીમોટ કન્ટ્રોલવાળી કારો નહીં - જાતે બનાવેલી લાકડાંની કારો.

મોડલ કાર - ઉપરથી દૃશ્ય

મોડલ કાર - બાજુમાંથી દૃશ્ય

કાર મોડલ - ઉપરથી દૃશ્ય

કાર મોડલ - ઉપરથી દૃશ્ય

કાર મોડલ - નીચેથી દૃશ્ય

કાર મોડલ - નીચેથી દૃશ્ય

આ કાર રેસનાં મોડલો બાળકોએ પોતાની કલ્પનાથી બનાવેલાં. નાનાં બાળકો માટે કારનું બોડી અને પૈડાં તૈયાર આપેલાં. બાળકોએ એની ઉપર પોતાની મનપસંદગીના રંગ લગાડવાના.

મોટી વયનાં કિશોર- કિશોરીઓનાં મોડલો તેમણે પોતાની મરજી મુજબ બનાવેલાં હોય. પણ તેમની કારોની લંબાઈ અને પહોળાઈનાં માપ એક સરખાં.

ડલાસની નજીકની એક રેસવે કમ્પની લાકડાનો પચાસેક ફુટ લાંબો અને છ ટ્રેકવાળો રેસવે લાવી હતી. તેનો દેખાવ નીચે મુજબ હતો.

કાર રેસનો ટ્રેક

કાર રેસનો ટ્રેક

આમાં ટ્રેકના નીચેના છેડે મુવમેન્ટ સેન્સરો ધરાવતો લાકડાનો બ્રીજ હતો. તેમાં આવેલાં સેન્સરો એક કોમ્યુટર સાથે જોડાયેલાં હતાં; જેમાં એવો સોફ્ટવેર હતો, જેનાથી 0.1 મીલી સેકન્ડની ચોકસાઈથી કારે બ્રીજ સુધી આવવા લીધેલો સમય માપી શકાતો હતો. ટ્રેક પસાર કરવા આશરે ત્રણથી પાંચ મિનીટ લાગતી.

અને બાપુ! બાળકોનો જે ઉત્સાહ, જે ઉત્સાહ. અને કેવાં બાળકો? નવા જમાનાના, અમેરિકન, અને સતત વિડિયો ગેમ રમનારાં અને કાર્ટૂન જોનારાં, શાળામાં અને ઘેર પણ નેટ સેવ્વી બાળકો!મારા જેવા બુઢિયાને પણ નાચતા કરી દે, તેવી રસાકસી જામી હતી.

———————

આ લેખ લખવાનો ખાસ ઉદ્દેશ એ કે, બાળકોની રમતો તેમની ચિત્ત વૃત્તિને લક્ષ્યમાં રાખીને બનાવેલી કે યોજેલી હોય તો; તેમને વિડિયો ગેમ, કાર્ટૂન વિ. ના બંધાણથી થોડોક વખત મૂક્ત કરી શકાય. ભારતમાં કોઈ ઉદ્યોગવીર આવી સવલત વિકસાવે તો સારું કમાઈ શકે અને સાથે સાથે બાળકોને સરસ મનોરંજન માણતાં અને રચનાત્મક હોબી કરતાં કરી શકાય.

Posted under પ્રકિર્ણ

This post was written by Suresh Jani on February 27, 2010

કાગળ કતરણ, Paper cutting

આ મને બહુ જ ગમતી અને  માનીતી હોબી છે. આવી ડિઝાઈનો  હું ઘણા વખતથી  બનાવું છું.

કાગળને ત્રિકોણાકારે, આઠ પડ  થાય તેમ વાળી; કાતર વડે કાપીને આ ડિઝાઈન બનાવી છે.

ત્રિકોણાકારે આઠ પડમાં વાળેલો કાગળ

ત્રિકોણાકારે આઠ પડમાં વાળેલો કાગળ

કાગળ કતરણ

કાગળ કતરણ

Posted under કાગળ કતરણ, સુરેશ જાની

This post was written by Suresh Jani on February 1, 2010

Tags:

ટેન્ગ્રામ - વિવિધતા

ટેન્ગ્રામ વડે વિવિધ જાતના આકારો બનાવી શકાય છે. પણ એક જ પ્રકારના ત્રણ આકારોની આ વિવિધતા જુઓ -

-

-

Posted under ટેન્ગ્રામ

This post was written by Suresh Jani on January 30, 2010

Tags:

ડ્રેકુલા - ઓરીગામી

ડ્રેકુલા

ડ્રેકુલા

Posted under ઓરીગામી, સુરેશ જાની

This post was written by Suresh Jani on January 27, 2010

Tags:

ચોરસ મોઝેક

આ મોઝેક ડીઝાઈન આમ તો બહુ સરળ છે. સોળ ઘન ટુકડાઓ વાપરીને જાતજાતની ડીઝાઈનો બનાવી શકાય છે.દરેક ઘનને છ બાજુઓ હોય છે. આ દરેક બાજુ પર જુદા જુદા રંગ કરવામાં આવે છે :-

ઘનનાં ચાર પાસાં

ઘનનાં ચાર પાસાં

ઘનનાં બાકીનાં બે પાસાં

ઘનનાં બાકીનાં બે પાસાં

આવા સોળ ઘન વપરીને બનતી આકૃતીઓ જુઓ -

ડીઝાઈન -1

ડીઝાઈન -1

અને..

ડીઝાઈન - 2

ડીઝાઈન - 2

આ મોઝેકના ઘન તમે જાતે પણ બનાવી શકો.  1 ઇંચ x ઈંચ છેદ વાળી લાંબી લાકડીમાંથી એક ઈંચ લાંબા સોળ ટુકડા કાપી , તેમની છયે બાજુને આમ રંગી નાંખો.. અને મોઝેક ડીઝાઈનની સામગ્રી તૈયાર.

Posted under મોઝેઇક

This post was written by Suresh Jani on January 21, 2010

Tags:

મોઝેક ડીઝાઈન

Posted under મોઝેઇક, સુરેશ જાની

This post was written by Suresh Jani on December 25, 2009

મોઝેક ડીઝાઈન

સ્પાઇરલ મોઝેક

સ્પાઇરલ મોઝેક

Posted under મોઝેઇક, સુરેશ જાની

This post was written by Suresh Jani on October 30, 2009

Tags:

સબટ્રેક્સ - કોયડો નં. 1 નો ઉકેલ

ઉકેલ

સબ ટ્રેક્સ કોયડો-1 : ઉકેલ

Posted under સબટ્રેક્સ, સુરેશ જાની

This post was written by Suresh Jani on August 30, 2009

સબટ્રેક્સ, Subtrax

આ સોલ્ટર જેવી રમત છે. પણ ઘણા બધા વૈવિધ્યવાળી છે.

[ વેબ સાઈટ ]

બહારથી તે આવી દેખાય છે.

સબટ્રેક્સ - બહારથી

સબટ્રેક્સ - બહારથી

એનો ઘેરો વાદળી છેડો ખોલતાં, તેની અંદર નીચે મુજબ ખાનાં હોય છે.

સબટ્રેક્સ - અંદરનાં ખાનાં

સબટ્રેક્સ - અંદરનાં ખાનાં

કુંકરીઓના ખાનામાં 14 વાદળી અને એક નારંગી રંગની , એમ કુલ 15 કુંકરીઓ હોય છે. કાર્ડના ખાનામાં  કોયડાઓના 40 કાર્ડ હોય છે. તેમાં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ રીતે, કુંકરીઓને બોર્ડની ઉપર આપેલાં કાણાંઓમાં ગોઠવાવાની હોય છે.

જુઓ, પહેલા કોયડામાં નીચે મુજબ કુંકરીઓ ગોઠવવાની છે.

1

સબટ્રેક્સ - કોયડો : 1

રમત રમવાની શરતો નીચે મુજબ છે.

  • કોઈ પણ કુંકરીને બીજી કુંકરી ઉપરથી પાર કરીને, તેની બીજી બાજુ મૂકવાની હોય છે.
  • આમ કરતાં જે કુંકરી કુદાવી હોય તે રમતમાંથી દૂર કરવાની હોય છે.
  • બોર્ડ પર બતાવી હોય તે જ દીશામાં કુંકરી કુદાવી શકાય છે.
  • સૌથી છેલ્લે માત્ર નારંગી રંગની કુંકરી જ બાકી રહેવી જોઈએ.

આ કોયડાનો ઉકેલ આવતીકાલે ….

અને એક બીજી અગત્યની વાત….

આ કોયડો રમવા કે ઉકેલવા માટે જરુરી નથી કે, તમારી પાસે ઉપર બતાવેલો સેટ હોવો જ જોઈએ. સાદા કાગળ પર નીચેની આકૃતિ દોરી; એને પુંઠા પર ચિપકાવી તમારું બોર્ડ તમે જાતે પણ બનાવી શકો છો; અને કોઈ પણ કુંકરી વાપરી શકો છો. માત્ર એક કુંકરી અલગ રંગની હોવી જોઈએ.

સબટ્રેક્સ - જાતે બનાવેલું બોર્ડ

સબટ્રેક્સ - જાતે બનાવેલું બોર્ડ

Posted under Uncategorized, સબટ્રેક્સ, સુરેશ જાની

This post was written by Suresh Jani on August 29, 2009

ઓરીગામી - ટાંકી

સાત બાજુ વાળી ટાંકી -1

સાત બાજુ વાળી ટાંકી -1

સાત બાજુ વાળી ટાંકી - 2

સાત બાજુ વાળી ટાંકી - 2

રોકેટ બનાવ્યા પછી, ‘ એની ત્રણ બાજુઓના સ્થાને વધારે બાજુઓ રાખી હોય તો  કેવું? ‘ એમ વિચારતાં આ સાત બાજુ વાળી ટાંકી બની ગઈ.

Posted under ઓરીગામી, સુરેશ જાની

This post was written by Suresh Jani on August 14, 2009

મોઝેક ડીઝાઈન-4

મોઝેક-10

મોઝેક-10

Posted under મોઝેઇક, સુરેશ જાની

This post was written by Suresh Jani on August 7, 2009

ઓરીગામી- રોકેટ

રોકેટ-1

રોકેટ-1

જેટ પ્લેનની નવી ડીઝાઈન બનાવતાં આ રોકેટ બની ગયું.

Posted under ઓરીગામી, સુરેશ જાની

This post was written by Suresh Jani on July 31, 2009

મોઝેઇક કળા - 3, Mosaic Design

પ્લાસ્ટીક મોઝેકની આ ડીઝાઈન જુઓ. સાવ સાદી જ રચના છે ને?

મોઝેક

મોઝેક

આમાં માત્ર રંગ બદલવાથી જ થતા ફેરફાર નીહાળો.

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

મોઝેક

અને આ જુઓ , ટુકડા ઉંધા રાખીને -

મોઝેક

મોઝેક

Posted under Uncategorized

This post was written by Suresh Jani on July 24, 2009

ઓરીગામી - જેટ પ્લેન, Origami

થોડા દિવસ પહેલાં ચોપડી વાંચતો બેઠો હતો. કશાક કામ માટે ઉભા થવાનું થયું. હાજરમાં કોઈ બુકમાર્ક ન હતો. એટલે બાજુમાં પડેલા કાગળને એ માટે વાપર્યો. થોડી વારે પાછો આવ્યો, અને ચોપડીને બદલે એ કાગળ પર નજર ઠરી. સરસ જાડો ઈન્ડેક્સ પેપર હતો. મારી આદત પ્રમાણે એને થોડોક વાળી ઘાટ આપ્યો.

સાંજે દીકરીનો દીકરો સમર કોલેજમાંથી આવ્યો. એને એ આકાર ગમી ગયો અને મારી પાસેથી પડાવી લીધો! સરસ મજાના કલર કર્યા. એને નાનકડું રમવાનું જેટ પ્લેન મળી ગયું હતું. શનિવારે એના બે બાળમિત્રો અમારા ઘેર એની સાથે રમવા આવ્યા. એમને પણ એ પ્લેન ગમી ગયું અને મારી પાસે બીજા બનાવી આપવાની ઉઘરાણી કરી.

અને પછી તો પ્લેન બનાવવાની ફેક્ટરી જ ચાલુ થઈ ગઈ!

લો એ બધી ડીઝાઈનો માણો .

જેટ વિમાન -1
જેટ વિમાન -1
જેટ વિમાન - 2
જેટ વિમાન - 2
જેટ વિમાન - 3
જેટ વિમાન - 3
જેટ વિમાન - 4
જેટ વિમાન - 4
જેટ વિમાન - 5
જેટ વિમાન - 5

Posted under ઓરીગામી, સુરેશ જાની

This post was written by Suresh Jani on July 18, 2009

Tags:

મોઝેઇક કળા - 2, Mosaic Design

બે નવી ડીઝાઈનો

મોઝેક
મોઝેક

પ્લાસ્ટીક મોઝેક
પ્લાસ્ટીક મોઝેક

Posted under Uncategorized

This post was written by Suresh Jani on July 15, 2009