ચોથા ધોરણનું વીજ્ઞાનનું પાઠયપુસ્તક
I express my sincere thanks to Ms. Witherspoon - teacher of my grandson Jay for giving his textbook for reference and use here. I hope , the information will be useful to educationists in Gujarat in regard to design of textbook for kids.
——————————————————-
આ લેખ કોઈ વાર્તા જે નીબંધ નથી. માત્ર અમેરીકાની એક મ્યુનીસીપલ શાળાના વીજ્ઞાનના પાઠ્યપુસ્તક વીશે ઉપરછલ્લી માહીતી આપવા પ્રયત્ન કર્યો છે.
આખા પુસ્તકમાં છ એકમ છે. પહેલા એકમની વીગતવાર અનુક્રમણીકા નીચે મુજબ છે.
અનુક્રમણીકા
એકમ - A જીવ વીજ્ઞાન - સજીવોની સૃષ્ટી ; પાનાં - 112
પ્રકરણ-1 સજીવોનું વર્ગીકરણ
- પાઠ -1 વૈજ્ઞાનીકો સજીવોનું વર્ગીકરણ શી રીતે કરતા હોય છે?
- પાઠ -2 પ્રાણીઓનું વર્ગીકરણ શી રીતે કરાય છે?
- પાઠ -3 વનસ્પતીનું વર્ગી કરણ શી રીતે કરાય છે?
- વીશેષ વાંચન
- વર્ગીકરણનો ઈતીહાસ
- એક જીવ વીજ્ઞાનીનું ચરીત્ર
- ઘર/ શાળા માટે વીશેષ પ્રવૃત્તી
- પ્રકરણ - 1 નો સાર અને કસોટી માટેની તૈયારી
પ્રકરણ - 2 પ્રાણીઓનો વીકાસ અને પર્યાવરણ સાથે એમનું અનુકુલન
- પાઠ -1 પ્રાણીઓની પાયાની જરુરીયાતો શું છે?
- પાઠ - 2 પ્રાણીઓનાં શરીર તેમની જરુરીયાત સંતોષવા શી રીતે કામ કરે છે?
- પાઠ -3 પ્રાણીઓની વર્તણુંક એમની જરુરીયાતો સંતોષવા કામમાં આવે છે?
- વીશેષ વાંચન
- વીજ્ઞાન અને ટેક્નોલોજીમાં પ્રાણીઓ - રોબોટીક્સમાં
- વૈજ્ઞાનીક પરીચય
- ઘર / શાળા માટે વીશેષ પ્રવૃત્તી
- પ્રકરણ - 2 નો સાર અને કસોટી માટેની તૈયારી
પ્રકરણ - 3 વનસ્પતીનો વીકાસ અને પર્યાવરણ સાથે એમનું અનુકુલન
- પાઠ -1 વનસ્પતીને જીવવા માટે શું જોઈએ?
- પાઠ -2 પાંદડાં, થડ અને મુળ વનસ્પતીને જીવવા શું મદદ કરે છે?
- પાઠ -3 વનસ્પતીમાં શી રીતે નવો જીવ તૈયાર થાય છે?
- વીશેષ વાંચન
- વીજ્ઞાન અને ટેક્નોલોજીમાં વનસ્પતી - હાઈબ્રીડ અને નવી જાતનાં ફળો/ અનાજ
- વૈજ્ઞાનીક પરીચય
- ઘર / શાળા માટે વીશેષ પ્રવૃત્તી
- પ્રકરણ - 3 નો સાર અને કસોટી માટેની તૈયારી
પ્રકરણ -4 માણસના શરીરની રચના
- પાઠ -1 હાડપીંજર અને સ્નાયુઓનું કામ \
- પાઠ- 2 શ્વસન અને રુધીરાભીસરણ તંત્ર શી રીતે કામ કરે છે?
- પાઠ -3 પાચન અને મજ્જા તંત્ર શી રીતે કામ કરે છે?
- વીશેષ વાંચન
- વીજ્ઞાન અને ટેક્નોલોજી - તબીબી કામમાં ટેક્નોલોજીની મદદ, એઢેસીવનો ઉપયોગ
- વૈજ્ઞાનીક પરીચય
- ઘર / શાળા માટે વીશેષ પ્રવૃત્તી
- પ્રકરણ - 2 નો સાર અને કસોટી માટેની તૈયારી
યુનીટ - A ના આધાર પર પ્રોજેક્ટ કરવા માટે સુચનો
બાકીના એકમોનાં શીર્ષક નીચે મુજબ છે -
યુનીટ - B જીવ વીજ્ઞાન - પર્યાવરણ - ઈકો સીસ્ટમ : પાનાં - 96
યુનીટ - C પૃથ્વીનું વીજ્ઞાન - દુનીયાની સપાટી : પાનાં - 80
યુનીટ - D પૃથ્વી વીજ્ઞાન- પૃથ્વી/અવકાશમાં પેટર્ન : પાનાં- 88
યુનીટ - E ભૌતીક વીજ્ઞાન - દ્રવ્ય અને શક્તી : પાનાં - 120
યુનીટ - F ભૌતીક વીજ્ઞાન - બળ અને ગતી : પાનાં - 64
સંદર્ભ : પાનાં - 64
- વીજ્ઞાન હેન્ડબુક - વૈજ્ઞાનીક સાધનો અને તેમનો વપરાશ
- આરોગ્ય હેન્ડબુક - આરોગ્યને લગતી માહીતી
પુસ્તકના કુલ પાનાં : 624
હવે માત્ર એક જ પ્રકરણ વાંચો …
……………………………..
અને વીજ્ઞાનની પધ્ધતી સમજાવતી, નાનકડી હેન્ડબુકમાં નીચે મુજબ જેવી સામાન્ય સુચનાઓ પણ હોય છે ..
દરેક બાળકને આ અને આવા બીજા ચારેક પુસ્તકો કોઈ કીમત વગર આપવામાં આવે છે. પુસ્તકો શાળામાં જ રાખવામાં આવે છે; જેથી લાવવા લઈ જવામાં તેની હાલત ખરાબ ન થઈ જાય. બીજા વર્ષે આ જ પુસ્તકો વર્ગમાં આવતા નવા વીદ્યાર્થીઓ વાપરે છે. આખી પધ્ધતી બાળકની જ્ઞાન માટેની કુતુહલવૃત્તીને ઉત્તેજન આપે, વીશેષ વાંચન કરવા પ્રેરે, પ્રયોગશીલતાને ઉજાગર કરે, પ્રશ્નો પુછવા અને જવાબ શોધવા પ્રેરે તે રીતે બનાવેલી હોય છે. હજારમાં એક પ્રતીભાશાળી બાળક આનો પુરો લાભ લે અને જ્ઞાન/ વીજ્ઞાનમાં પોતાનું આગવું પ્રદાન કરવા શક્તીમાન બને એ રીતે એને તૈયાર કરવું, એ આવાં પુસ્તકોનો આશય છે- એ હકીકત ઉડીને આંખે વળગે છે. પુસ્તક હાથમાં લેતાં જ કોઈને પણ ગમી જાય એવું, વાંચવા પ્રેરે એવું હોય છે. અહીંના ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લેતાં પુસ્તકોના આખ સેટની કીમ્મત 200 -300 ડોલરથી ઓછી નહીં જ હોય.
ખાનગી શાળાઓમાં વપરાતા પુસ્તકો તો આનાથી પણ વધારે વૈવીધ્યવાળા અને અલબત્ત મોંઘા હોય છે.










બહુ જ સરસ માહીતી . ગુજરાતના શીક્ષણ જગતને અને મંદીરોમાં કરોડો રુપીયા ખરચતા ધનીકોને આમાંથી બોધ પાઠ મળશે ?
આભાર નમન
એ પણ નોંધ લેવા જેવી હકીકત છે કે, 1969 માં માર્ટીન લ્યુથર કીન્ગની હત્યા થઈ ત્યાં સુધી અમેરીકી શાળાઓ રંગ ભેદના દુષણથી પર ન હતી. માત્ર 40 જ વરસમાં ગોરા, કાળા, પીળા બાળકોના ફોટા આ પુસ્તકમાં ઠર ઠેર વેરાયેલા પડ્યા છે. આ સામાજેક ક્રાન્તી પણ પુસ્તકમાં છતી થાય છે.
આવી ચોપડીઓ ગુજરાતીમાં પણ લખાતી થાય જો ગુજરાતનાં મધ્યમવર્ગી માબાપો પોતાનાં બાળકોના ભણતર માટે સરકાર-માબાપનાં ઓશીયાળાં થતાં મટે.
તે કેમ બને, શરુઆત કેમ થાય તે માટે મારું વેબ-પાનું વાંચો. વાત વાજબી લાગે તો તમારા ઓળખીતાઓને માગણીમાં જોડાવા કહો. વાતમાં કોઇ કચાશ દેખાય તો મને લખો.
Dear Sureshbahi
You are doing a great job for all Gujjus. If you translate those books in Gujarati and submit them to Gujarat Govt/Gujarati bachao Ass , people will realise the important of education. If you need any help from my side you are welcome. I willbe back to India in Seot.2009.
સરસ પરીચય આપ્યો.
સુરેશભાઇ-તમારા બ્લોગમાં આજ સુધીમાં મુકાયલી માહીતીમાં આજનો લેખ ઉત્તમ છે.આ માહીતી ગુજરાતી શીક્ષકો અને વિદ્યાર્થીઓને પહોંચે એ જરૂરી છે. અને તમે એ સરસ માર્ગદર્શન આપવામાં પહેલ કરી છે-અમેરિકાનું શીક્ષણ એટલે ઉત્તમ એવું નથી. પરંતુ ગુજરાતના વીદ્યાર્થીઓને સરખામણી કરતાં ફાવે.આપણને અહીં ગુજરાતમાં ભણાવાતાં વિષ્યોની તો ખબર જ નથી.
THIS IS EXCELLENT. THANKS FOR YOUR INFORMATION.
હરનિશભાઈ
તમારી વાત એકદમ સાચી છે. તમે તો ઘણા વર્ષોથી અમેરીકામાં છો, પણ હું તો 2000 ની સાલ સુધી અમદાવાદ હતો. સાવ ટાંચા સાધનો, જરીપુરાણા અભ્યાસક્રમો, ભ્રષ્ટાચારી સંચાલકો, ટ્યુશનીયા શીક્ષકો, નબળાં પાઠ્યપુસ્તકો .. આ બધું નજરે જોયેલું છે. એમાં જ અમે અમારાં બાળકોને ભણાવ્યા છે.
અને છતાં આપણાં બાળકો સ્વપ્રયત્ન અને સ્વસુઝથી જીંદગીમાં આગળ આવે છે તે ખરેખર અદભુત અને આપણને સ્વમાન અને ગરીમાની લાગણી આપે છે.
અહીં સામાન્યમાં સામાન્ય કુટુમ્બમાંથી આવતા બાળકને પણ આવી જે સવલતો મળે છે , એના 10% પણ આપણા દેશમાં ખર્ચાય તો આપણા બાળકો આભને આંબે એવી એમની ક્ષમતા છે.
દાદા, સવા અબજની વસ્તીમાં બધુ પુરુ પાડવુ એ કોઈ સરકાર કરી શકે એમ નથી. એના માટે પ્રબુધ્ધ નાગરીકોએ મારા કેટલા ટકા અભીગમ છોડીને નકકર કામ કરવુ પડે.
http://www.ncert.nic.in/html/textbooks.htm
અહીંથી દરેક ધોરણનુ પાઠપુસ્તક ડાઉનલોડ કરી શકાય છે. ગુજરાત બૉર્ડ પણ આ અભ્યાસક્રમ અને મઝા પડે એવા રેખાન્કનો સાથે પુસ્તક છાપે છે. મારી પાસે ૧ થી ૪ ધોરણના દરેક વીષયના પાઠ્ય પુસ્તકો છે.
હા, અમેરીકા જેવી વ્યવસ્થા લાવતા વાર લાગશે, પણ તેઓ આ રસ્તે છે એમ જણાય છે.
NCERT એટલે પબ્લીક સ્કુલો જ ને? પણ બહુ મોટી બહુમતી તો મ્યુની / ગામઠી શાળાઓમાં જ ભણે છે ને? એમને અપાતા શીક્ષણની ગુણવત્તા, અમેરીકાની સરખામણીમાં દસ ટકા જેટલી પણ સુધરે તો પણ બહુ મોટો ફરક પડી જાય .
સ્વીસ બેન્કો માંથી દસ ટકા નો ટાર્ગેટ ?!!
તમારુ કામ બહુ સારુ છે.
translation:
your work is very good