અશ્વમિત્ર

August 10th, 2010 Suresh Jani No comments
આ કોઈ પુરાણકથા નથી. આમેય આ બ્લોગ પર તો ભારત બહારની વાતો જ શોભે ને?
તો આ નામ કેમ? મને આનાથી સરું બીજું નામ ન જડ્યું એ માટે!
હમણાં મારા વાંચવામાં એક સરસ ચોપડી આવી. એમાં ‘પન્ડા’ નામની એક નાની ઘોડીની  (પોની) અજાયબ લાગે તેવી વાત જાણવા મળી. આપણા દેશમાં મેં કદી ઘોડાની આ જાત જોઈ કથી. માડ અઢી ફૂટ ઉંચી ઘોડી.  આપણા ગધેડા કે ખચ્ચર પણ તેનાથી ઊંચા હોય! આવા ઘોડા એક ફાર્મ હાઉસની મૂલાકાત વખતે અને ઈસ્ટરના તહેવારમાં બાળકોના મનોરંજન માટે યોજાતા ‘ પેટિગ ઝૂ ‘ માં જોયા હતા. પણ આ ‘પન્ડા’ એક બહુ જ નવાઈના અને માન પહોંચાડે તેવા, કામમાં મદદગાર મિત્ર બની ગઈ છે.
તે ન્યુયોર્કમાં એન એડી નામની એક અંધ શિક્ષિકાની મદદગાર દોરનારી - ‘આંધળાની લાકડી’ બની ગઈ છે. સામાન્ય રીતે આવુ કામ કરવા માટે કૂતરાઓને તાલીમ આપવામાં આવે છે. એન પાસે પણ આવી તાલીમ પામેલી  ’બેઈલી’ નામની કૂતરી દસ વર્ષ હતી. પણ તે ઘરડી થઈને મરણ પામી. આમેય આવાં કૂતરાં આઠ દસ વર્ષથી વધારે કામ કરી શકતાં નથી. બે ઈલી મરણ પાંમી અને એન તો સાવ અસહાય બની ગઈ. તે બીજી કૂતરીને પાળવાનો વિચાર કરતી હતી; એટલામા નાના ઘોડા, પોનીઓને આવા સાથી તરીકે પલોટી શકાય છે, તેવી માહિતી તેને મળી. આવા ઘોડાઓનુ આયુષ્ય ત્રીસેક વરસનું હોય છે. આથી ઘણા લાંબા સમય માટે તેઓ સાથ આપી શકે છે. વળી તેમનાં સાવ નાનાં કદને કારણે તેઓ કૂતરાની જેમ બધે સાથે રહી શકે છે- ઘર, કાર, ઓફિસ, દુકાનો બધે જ.
એન આ માટે ફ્લોરીડા ગઈ અને તેને પંડા પસંદ પડી ગઈ. તેણે ‘ ક્લિકર સેન્ટર’ નામની સંસ્થાની એલિઝાબેથને આ કામ માટે રોકી. એક જ વરસમાં પન્ડા તો એલિઝાની કહ્યાગરી અને પ્રેમાળ મિત્ર બની ગઈ. પછી તેને એન સાથે પણ ફાવી ગયું.  ૨૦૦૩ની સાલથી પન્ડા એનની દોસ્ત બની ગઈ છે. હવે તો એન જાતે તેને નવાં નવાં કામ શિખવી દે છે.
સીડી ચઢતી પન્ડા

સીડી ચઢતી પન્ડા

એનની સાથે પન્ડા

એનની સાથે પન્ડા

કારમાં સવાર થતી પન્ડા

કારમાં સવાર થતી પન્ડા

કેમ કેવી લાગી આ અશ્વમિત્રની વાત?
અને અમેરિકામાં એન જેવી, મધ્યમ વર્ગની, અપંગ વ્યક્તિઓ પણ સ્વમાનભેર જીવી શકે છે. એમને આવી સવલત માટે સરકાર પૂરેપૂરી નાણાંકીય સહાય આપે છે

કોલર આઈ.ડી. - એક સત્યકથા

November 20th, 2009 Suresh Jani 16 comments

બપોરના અઢી વાગ્યા હતા. નરેશ રોજની આદત મુજબ, સુડોકુનો એક કોયડો ઉકેલવાની શરુઆત કરવાની તૈયારી કરતો હતો. ત્યાં જ ફોનની ઘંટડી રણકી ઉઠી.  નરેશ ઉઠ્યો અને ફોન પાસે ગયો. ફોનના ડીસ્પ્લે પર કોલ કરનારનું નામ વંચાયું,” યુ.એસ.ગવર્મેન્ટ‘.

તે એકદમ ચોંકી ગયો. સરકારી કોલ? જરુર કાંઈક આફત. ચીંતામગ્ન મનથી નરેશે ફોન ઉઠાવ્યો. સામેથી સત્તાવાહી અવાજમાં સંદેશ આવ્યો,( સ.અ.) ” મારે નરેશ … સાથે વાત કરવી છે.”

નરેશે થોથવાતા સુરમાં જવાબ વાળ્યો. “હું નરેશ બોલું છું.”

સ.અ.,” હું યુ.એસ. ગવર્મેન્ટના સોશીયલ સીક્યોરીટી ખાતામાંથી બોલું છું. મારે તમારે અંગે તપાસ કરવાની છે. તમારો સોશીયલ સીક્યોરીટી નબર શું છે? તમારી જન્મ તારીખ શું છે?”

નરેશ,” મને મોંઢે યાદ નથી. હું ફાઈલ કાઢીને તમને જણાવું.”

સ.અ.”મારે સમય નથી. એકદમ ઝડપથી મને આ માહીતી આપો.”

નરેશ તો સફાળો દોડ્યો. પોતાના કબાટમાંથી ફાઈલ કાઢી. પલંગ પર સુતેલી તેની પત્નીએ પુછ્યું,” કોનો ફોન છે?”

નરેશે નાક પર આંગળી મુકી, ચુપ રહેવા ઈશારો કર્યો. તે ટેબલ પર મુકેલા ફોન તરફ જતો હતો ત્યાં જ દીકરાએ આપેલી સોનેરી સલાહ તેને યાદ આવી ગઈ. ‘સામેની વ્યક્તી કોણ છે, તેની ખાતરી કર્યા વીના કદી ફોન પર આપણી આવી માહીતી, આપવી નહીં.’

છતાં નરેશે થોથવાતા અવાજમાં કહ્યું,” તમે કોણ બોલો છો?”

સ.અ.” મેં કહ્યું તો ખરું.”

નરેશ ,” પણ , તમારું નામ શું?”

સ.અ.” મીસ શોચનર.”

નરેશે હીમ્મત કરીને કહ્યું,” મારા અવીનય બદલ મને માફ કરજો; પણ હું આવી માહીતી ફોન પર આપતો નથી.”

સ.અ.” એક કલાકમાં અમારી ઓફીસ બંધ થાય છે. તમે અહીં રુબરુ આવી જાઓ, અથવા મને વળતી રીંગ આપો. “

નરેશ ,” મને તમારો ફોન નમ્બર આપો.”

સ.અ.એ આવા ખાતાની સ્થાનીક ઓફીસનો નમ્બર અને એક્ષટેન્શન નમ્બર આપ્યા અને ઉમેર્યું,” મારે આ માહીતી તાત્કાલીક જોઈએ છે.” અને એ સાથે ફોન કપાઈ  ગયો.

પત્નીએ નરેશ સામે આંખો કાઢી.” તમે ખરા છો? હવે આ સરકારી ખાતું તમારી ઉપર તુટી પડશે. તમને આવી તે શી કુમતી સુઝી?”

નરેશ પણ ખુદ ચીંતાગ્રસ્ત હતો. તેણે ફાઈલમાંથી સરકારી કાગળ શોધી, તેમાં આપેલા સરકારી ખાતાના નમ્બર સાથે પેલો નમ્બર ચકાસ્યો. એજ નમ્બર હતો. નરેશ તો ભર શીયાળામાં પસીનાગ્રસ્ત થઈ ગયો. તેણે વીનાકારણ સરકારી ઓફીસરને નારાજ કરી હતી. હવે મોટી આપત્તી આવી પડવાની હતી. તેને સ્થાનીક ઓફીસે દોડી જવાનું મન થયું. પુરપાટ કાર દોડાવે તો પણ અડધા કલાકે તે ત્યાં માંડ પહોંચી શકે. અને હજુ તો નીશાળેથી દીકરીના દીકરાને તેડીને ઘેર લાવવાનો હતો.

તેણે સોશીયલ સીક્યોરીટી ખાતાનો નમ્બર જોડ્યો. ઓટોમેટીક રીતે અપાતા સંદેશા અનુસાર બેળે બેળે તેને આપવામાં આવેલ એક્ષટેન્શન નમ્બર ડાયલ કરવા સુધી તે પહોંચ્યો. પણ ‘ ખોટો નમ્બર. ફરીથી ડાયલ કરો.’ - એવો સંદેશ આવ્યો. નરેશને થયું,’ જરુર ગભરાટમાં મેં ખોટો નમ્બર લખ્યો લાગે છે.”

પત્નીનો બબડાટ ચાલુ જ હતો. “બધે તમે તો બાફો જ છો. હવે મોંકાણ ઉભી કરી દીધી. કાલે વહેલી સવારે તો તમારે કેલીફોર્નીયા જવાનું છે.”

અને નરેશના પોતાના મનના ભાવ પણ આવા જ હતા. પંદર મીનીટ તેણે મીસ, શોચનરનો સમ્પર્ક કરવા ગડમથલ કર્યા કરી. પણ જોડાણ જોડાય જ નહીં.  ‘બધા એજન્ટ વ્યસ્ત છે.’ એવો સંદેશ અને રાહ જોવા માટેનું અકારું સંગીત સાંભળ્યા જ કરવું પડે. તેણે ચીંતાગ્રસ્ત ચહેરે ફોન બંધ કર્યો અને બાબલાને લેવા નીશાળ તરફ પ્રયાણ કર્યું. આખે રસ્તે ‘ હવે શું થશે?’ તેની ચીંતા તેના મનને કોરી ખાતી હતી.

પાછા આવીને તેણે મીસ શોચનરને ગમે તેમ કરીને ફરી પકડી પાડવા(!) કમર કસી. પણ કશી સફળતા ન મળી. અને આ બધી ગડમથલમાં સવા ચાર વાગી ગયા. હવે તો ફોન જોડાતો જ ન હતો. દેખીતી રીતે સરકારી ઓફીસ બંધ થઈ ગઈ હતી.

ધબ્બ દઈને નરેશ સોફામાં ફસકાઈ પડ્યો. ત્યાંજ વીજળીના ઝાટકાની જેમ તેને વીચાર આવ્યો. ‘ઓલ્યા સંદેશાની કોલર આઈ.ડી. તો જોઈ લઉં.’

દરરોજ અગણીત ફોન કરવા ટેવાયેલી તેની પત્નીને આ માટેની આવડત હતી. તેણે યુ.એસ. ગવર્મેન્ટ ના સંદેશા વાળી કોલર આઈ.ડી. કાઢી આપી.

નરેશના આશ્ચર્ય વચ્ચે તે xxx-xxx-xxxx નમ્બર હતો. સાવ ખાનગી નમ્બર!

તેણે હરખની રાડ પાડી. “આપણે બચી ગયા. આ તો કોઈ છેતરપીંડી હતી. સારું થયું, મેં દીકરાનું કહ્યું માન્યું અને કશી માહીતી એ ડામીસને ના આપી.”

નરેશની પત્નીએ નરેશનો વાંસો થાબડી, બચી ગયાનો આનંદ વ્યક્ત કર્યો.

થોડીક વારમાં ઘરના બીજા સભ્યો પણ ઓફીસેથી પાછા આવ્યા અને આખી વાત જાણી નરેશનેસમયસુચકતા માટે અભીંનંદન પાઠવ્યા.

————————–

સત્ય કથા પર આધારીત.

બધા વાચકોને ખાસ સુચના કે કોલર આઈ.ડી ચકાસ્યા વીના, આવી કોઈ માહીતી કદી ફોન પર આપવી નહીં. આવી માહીતી ચકાસવાની સવલત આપણા ફોન પર ન હોય તો, સામેની પાર્ટીને કાગળ લખવા જણાવવું; અથવા આપણે રુબરુ ઓફીસે પહોંચી જવું.

અમેરીકા પ્રશ્નોત્તરી - 3

October 6th, 2009 Chirag No comments

પ્ર- શું અમેરીકામાં શરુઆતથી આવેલા કેથોલીક લોકોમાં આવી કુટુમ્બભાવના વધારે હોય છે? એ લોકો બાળ ઉછેરમાં વધુ ધ્યાન આપતા હોય છે? કુટુમ્બોએ ગોઠવેલાં લગ્નો વધારે થાય છે?

સુ- કેથોલીક લોકોમાં એમ હોય છે, કે કેમ તેની મને ખબર નથી. પણ ગ્રામ વીસ્તારોમાં કુટુમ્બ ભાવના વધુ જળવાયેલી જોવા મળે છે. વળી મેક્સીકન, અમેરીકન આફ્રીકન વી. જેવા આર્થીક રીતે નીચલા થરના લોકોમાં પણ આવી ભાવના વીશેષ જોવા મળે છે. પણ ક્યાંય લગ્નો કુટુમ્બો દ્વારા નક્કી થતા હોય તેવું હું નથી માનતો.

ચી - અમીશ લોકોમાં કુટુમ્બ દ્વારા ગોઠવેલાં લગ્નો હોય છે. મોટેભાગે તો વયસ્ક લોકો જાતે જ ડેટીંગ કરીને નક્કી કરતાં હોય છે.
સામાન્ય અમેરીકન કુટુમ્બ બાળઉછેર બાબતે ઘણું સજાગ હોય છે. આપણે એમની તોલે ના આવીએ. જો કે એ લોકો બાળકોને 6 મહીનાના થાય એટલે અલગ સુવાડતાં થઈ જાય છે એ મને નથી ગમતું. કોઈ પ્રાણીનું બચ્ચું પગભર ના થાય ત્યાં સુધી માની હુંફમાં જ સુતું હોય છે. એ કુદરતી ગોઠવણ છે. અમેરીકન દમ્પતી આ સગવડ મોટેભાગે પોતાની સેક્સલાઈફ સંતોષવા અપનાવે છે, એવું મને લાગે છે.

વળી, અહીંના કાયદા બાળકોને સમ્પુર્ણ સલામતી આપવા માટે ઘણાં કડક છે. અહીં ડ્રગ્સ જેવી બદી વ્યાપક હોવાથી ઘણાં લોકો પોતાના બાળકોને ક્રુરતાથી મારતાં/રાખતાં હોય છે. અમેરીકન સમાજનું મુખ્ય લક્ષણ સમજવા આ એક જોક: એક પતી પત્નીને કહી રહ્યો હતો - Honey, your kids and my kids are beating our kids!

પ્ર - ભારતમાંથી ત્યાં ગયેલા લોકો બહુ ઝડપથી ત્યાંની જીવન રસમ અને સંસ્કાર અપનાવતા થઈ જાય છે. એમ શા માટે?

સુ - જેવો દેશ એવો વેશ - રોમમાં હો ત્યારે રોમનની જેમ રહો. આ સ્વાભાવીક પ્રક્રીયા છે - ખાસ કરીને આર્થીક રીતે નબળા વસાહતીઓ માટે. દા.ત. ભારતની જીવન પધ્ધતીનું એક મહત્વનું કારણ બહુ સસ્તી મજુરી છે. અમેરીકામાં મજુરી અત્યંત મોંઘી હોવાના કારણે સામાન્ય માણસ માટે એ રીતે રહેવું શક્ય નથી. વળી અહીં જન્મેલા અને ઉછરેલા બાળકો તો વધુ અમેરીકન હોવાના જ. એમને ભારતીય બીબામાં ઢાળવા જાઓ તો એ એ.બી.સી.ડી. જ બની રહે. છતાં ભાગ્યેજ કોઈ અમેરીકન ભારતીય કુટુમ્બ પુરેપુરું અમેરીકન બની ગયેલું જોવા મળશે.

ચી - દાદાની વાત સાચી છે. પરંતુ આપણે ભારતીયો એમાં અતીરેક કરી દઈએ છીએ. આપણે અહોભાવથી પીડાતી વ્યક્તીઓ છીએ. એક જર્મન કે ઈટાલીયન કે આયરીશ મુળના અમેરીકન કુટુમ્બમાં એમની મુળ ભાષા બોલાતી હશે, જ્યારે આપણે ભારતીયો ઈંગ્લીશ બોલવામાં ગૌરવ અનુભવીએ છીએ.

આ તો થઈ ભાષાની વાત. પણ, આપણાં લોકો બીજાઓ કરતાં પોતાને વધુ અમેરીકન દેખાડવામાં ગર્વ લેતાં હોય છે. એટલે, એનું પ્રદર્શન તો કરવું જ પડે!

થોડીક મઝાની અમેરીકન ગુજરાતી :
“ચાલો, બધાં પીપલ પેલા સ્ટોરમાં સુગર આવી છે ત્યાં ગયા છે, આપણે પણ સેલમાં છે તો બાય કરી લઈએ.”
“તમે આવતાં પહેલાં ફોન કરીને મેઈક સ્યોર કરી લેજો.”
“પટેલમાં (સ્ટોર) કેરી છે એ લેતા આવજો, થોડાંક બનાના પણ.”

એક ભારતીય બીજા ભારતીયને જોશે તો જાણે અજાણ્યો થઈ જશે.
છતાંય આપણે અમેરીકામાં બોલીવુડ ફીલ્મો અને મન્દીરોને પ્રતાપે ગર્ભનાળ સાવ કાપી નથી નાંખી એટલું સારું છે. નવી પેઢી છેવટે “રામા” કે “ક્રીશ્ના” કોણ હતાં એ ઓળખશે તો ખરાં…

અમેરીકન જુસ્સો : ભાગ -11 : ટોમ,ડીક અને હેરી

September 15th, 2009 Suresh Jani 14 comments

ટોમ

રસ્તાની બાજુએ આવેલ બાંકડા પર હું બેઠો છું. મારી સામે ટોમ એવરી, એની માઉન્ટન બાઈકની બાજુમાં, રસ્તાની કીનારી પાસે પોરો ખાતો બેઠો છે. એનાથી સહેજ જ દુર આ જગ્યાની વીશીષ્ઠતા દર્શાવતું એક પાટીયું છે. એની ઉપર જણાવ્યું છે કે, વીશ્વનું સૌથી વધારે ઉંચાઈએ આવેલું, મોટર રસ્તો ધરાવતું આ સ્થળ છે. રસ્તા અને પાર્કીગ લોટની સામેની બાજુએ 300-400 ફુટ ઉંચે, કોલોરાડો રાજ્યમાં આવેલું, મહાન રોકી માઉન્ટનની પર્વતમાળાનું બીજા નમ્બરનું, માઉન્ટ એવાન્સનું 14,358 ફુટ ઉંચું શીખર ઉન્નત મસ્તકે ગર્વમાં મુસ્તાક બની સૌને ડારી રહ્યું છે.

મારી મજાલ નથી કે, એની ઉપર પગપાળા ચઢું. મારો પુત્ર ઉમંગ એને સર કરવાનો પોતાનો ઈરાદો જાહેર કરે છે. સાથે સાથે એ પાટીયાને પાર્શ્વભુમાં રાખી, મારો ફોટો લેવાનો ઈરાદો પણ. હું એનો ફોટો લેવાનો વીવેક કરું છું! ટોમ ગુજરાતી ભાષામાં થતી, અમારી આ મીઠી રકઝક ચહેરા પરના હાવભાવથી પામી જાય છે. ઉભો થઈને એ અમારા બન્નેનો ફોટો સાથે લેવા ઓફર કરે છે. અને એક નાનકડો સંબંધ અને એને આનુષંગીક સંવાદ આકાર લે છે. થોડીક જ વાતચીતમાં અમને એ જાણ થાય છે કે…

અધધધ…

ટોમ 65 વર્ષનો છે. આ સ્થળથી 60 માઈલ દુર આવેલા, કોલોરાડોના પાટનગર ડેનવરનો રહેવાસી છે. ગઈકાલે સવારે તે એની બાઈક પર નીકળ્યો હતો. ઈડાહો સ્પ્રીન્ગ નામના નાનકડા શહેરમાં રાતવાસો કરી, સવારના છ વાગે તેણે બાઈક મારી મુકી હતી. વાંકાચુંકા, 14 માઈલ લાંબા, સતત ચઢાણ વાળા, અનેક હેરપીન વળાંકો વાળા રસ્તાને પાર કરી તે અત્યારે અમારી સામે ઉભો હતો.

અને… આ તેની આઠમી સફર હતી!

અમે વીસ્ફારીત આંખે 65 વર્ષના આ યુવાનને અહોભાવથી નીહાળી રહીએ છીએ.

ડીક

ઉમંગ એવાન્સ શીખર સર કરી, પાછો આવે છે. થોડેક દુર, બીજા બાંકડા પર બેઠેલા ડીકને મળવા તે મને દોરી જાય છે.

67 વર્ષનો ડીક એને માઉન્ટ એવાન્સના શીખર પર મળી ગયો હતો. સવારના છ વાગ્યાથી તળેટીમાં આવેલા વીઝીટર સેન્ટરના પાર્કીંગ લોટમાં એની કાર આરામ કરી રહી છે. ડીક એ જગ્યાએથી પગપાળો નીકળ્યો હતો. કાર માટેના વાંકાચુંકા રસ્તા પર ચાલવાની તેને જરુર ન હતી. બધા હેરપીન વળાંકો આગળ તેણે નાના નાના ઉંચાણો ચઢીને શોર્ટકટ લીધા હતા. આમ છતાં એને સાડા ચાર માઈલનો ફાસલો તો કાપવો જ પડ્યો હતો : અને તે પણ સતત ચઢતા રહીને; નાના નાના, રોક ક્લાઈમ્બીન્ગ કરીને.

અને ડીકની આ બારમી સફર છે.

હેરી

અમે પાછા વળીએ છીએ. થોડેક નીચે, 11,500 ફુટની ઉંચાઈ પર સમીટ લેક આવેલું છે. ગ્લાસીયરનો બરફ ઓગળીને એમાં ભેગું થયેલું પાણી નીતર્યા કાચ જેવું છે. એ તળાવની સામેની બાજુએ તોતીંગ માઉન્ટ એવાન્સનું શીખર ઝળુંબી રહ્યું છે. તળાવના કીનારે, રસ્તાની બાજુમાં એક ટ્રાઈપોડ ઉભી કરેલી છે અને તેની ઉપર એક કેમેરા ચઢાવેલો છે. ટ્રાઈપોડની બાજુમાં હેરી હાથની અદબ વાળીને ઉભો છે. તે શેના ફોટા પાડી રહ્યો છે; અથવા કેમ કશા ફોટા પાડી રહ્યો નથી; એ જાણવાનું મને કુતુહલ થાય છે.

અને એ સત્ય જાણીને અમે હેરત પામી જઈએ છીએ.

ત્રણ દીવસથી હેરી આ જ જગ્યાએ ટ્રાઈપોડ જમાવતો રહ્યો છે. સવારના અજવાળું થતાં જ તે અહીં ધામા નાંખે છે; અને અંધારું થાય તેની થોડીક જ પહેલાં આ માયા સંકેલી ઘરભેગો થઈ જાય છે. એને એક જ ફોટો પાડવો છે - પવન પડી જાય અને તળાવનું પાણી લહેરખી વીનાનું થઈ જાય, એ ઘડીની એ રાહ જોઈ રહ્યો છે. એમ બને કે તરત, એના કેમેરાની ચાંપ ક્લીક થવાની છે; અને તળાવના ઘડીક સ્થીર થયેલા પાણીમાં મહાન એવાન્સ શીખરનું પ્રતીબીંબ ઝડપાઈ જવાનું છે!

અને 65 વર્ષનો હેરી, ધીરજ પુર્વક, એ શુભ ઘડીનો ઈન્તજાર કરી રહ્યો છે. કદાચ એણે એની જુવાનીમાં એની પ્રીયતમાની વાટ પણ આટલી આતુરતાથી નહીં જોઈ હોય!

હું આ જોક એને સંભળાવું છું; અને તે હસતાં હસતાં મારી વાતંબે અનુમોદન આપે છે.

———————————————–

ટોમ, ડીક અને હેરી -રસ્તા પરના, સાવ સામાન્ય માણસ માટે વપરાતો, અંગ્રેજી ભાષાનો રુઢીપ્રયોગ.

  • ત્રણ ક્રેઝી અમેરીકન.
  • સાઠ દસકા વીતાવી ચુકેલા ત્રણ જણ.
  • વાર્ધક્યની ગરીમા જેવા ત્રણ જણ.
  • અમેરીકન જુસ્સાના પ્રતીક જેવા ત્રણ જણ
  • અને આવા તો ઢગલાબંધ ટોમ, ડીક અને હેરી અહીં ઠેર ઠેર મળી આવે છે.

    Categories: અમેરીકા Tags:

    મહોરેલી માનવતા

    September 8th, 2009 Suresh Jani 2 comments

    1879

    ગ્યુન્સબાખ- ઉત્તર પુર્વ ફ્રાન્સ

    ચાર વરસનો આલ્બર્ટ ભયભીત મનથી દીવાલ પરના એ ચોરસ માળખામાં, દૈત્ય જેવા દેખાતા એક ભયાવહ ચહેરાને ચીત્રવીચીત્ર ચાળા કરતો જોઈ રહે છે. એ માળખાની સાવ નીચે બેઠેલો અને દેવળના પીયાનોમાંથી તેને બહુ જ ગમતી, સંગીતની સુરાવલીઓ રેલાવતો પીયાનોવાદક પણ તેને આ દૈત્યના માનસીક ત્રાસથી શાતા નથી આપી શકતો.

    સંગીત પુરું થાય છે અને પીયાનોવાદક તેની ખુરશી પરથી હટી જાય છે. પેલો દૈત્ય પણ ગાયબ થઈ જાય છે. આલ્બર્ટના પાદરી પીતા હવે બાઈબલમાંથી રવીવારનો ઉપદેશ વાંચવાનું શરુ કરે છે. એ પ્રાર્થના સાંભળી બાળ આલ્બર્ટનું મન પવીત્ર ભાવોથી ઉભરાઈ જાય છે.

    દર રવીવારે આમ જ બનતું રહે છે. પવીત્ર પ્રાર્થનાના કારણે એ દૈત્યને નાસી જવું પડ્યું : એવો ભાવ આલ્બર્ટના બાળમનમાં દ્રઢ બનતો રહે છે.

    થોડોક મોટો થતાં, અને માએ આપેલાં જ્ઞાનને કારણે આલ્બર્ટને હવે સમજાયું છે કે, એ દૈત્ય ન હતો પણ દીવાલ પર ટીંગાડેલા અરીસાની વાંકીચુકી થઈ ગયેલી સપાટીમાં પીયાનોવાદકનું આબડખુબડ દેખાતું પ્રતીબીંબ માત્ર જ હતું. દૈત્યનો ડર હવે જતો રહ્યો છે; પણ શાંતી આપવાની પ્રાર્થનાની અદભુત શક્તીનો ભાવ એના મનમાં મરણ સુધી દ્રઢીભુત બનીને કાયમ રહી જવાનો  છે.

    1913

    કેપ લોપેન

    ફ્રેન્ચ ઈક્વેટોરીયલ આફ્રીકા ( ગેબન )નું

    ઓગોવે નદી પર આવેલા બંદરનું બારું

    મસમોટી મુછોવાળો, 38 વરસનો, આલ્બર્ટ અને તેની રુપકડી પત્ની હેલન, ‘યુરોપા’ નામની સ્ટીમરના તુતક પરથી અફાટ, એટલાન્ટીક મહાસાગર અને મહાકાય, ઓગોવે નદીના સંગમ સ્થાને, કાંઠા પરથી ઝળુંબી રહેલાં વીષુવવૃત્તીય જંગલને આતુરતાથી નીહાળી રહ્યાં છે.

    બીજી બાજુ, જાતમહેનતની કમાઈમાંથી ભેગી કરેલી, મોટા ભાગે દવાઓથી ભરેલી, સામાનની બધી પેટીઓ, વરાળથી ચાલતા  મોટાં પેડલવાળી સ્ટીમ લોન્ચમાં તબદીલ થઈ રહી છે.

    પોતાનાં જીવનસ્વપ્ન જેવી કામગીરી અને સપનાની પ્રાપ્તી માટે, આલ્બર્ટે પાદરીઓને તાલીમ આપતી શાળાના  આચાર્ય, સીદ્ધહસ્ત લેખક અને નીવડેલા પીયાનોવાદક તરીકેની ઝળહળતી  કારકીર્દી છોડી, ડોક્ટર બનવાની. કમરતોડ તાલીમ સાત વરસ  સુધી લીધી હતી.

    હવે, બધા મીત્રો, સંબંધીઓ, સમાજ અને એક ઉચ્ચ કક્ષાના સંગીતકાર. ધાર્મીક ઉપદેશક, ફીલસુફ અને લેખક તરીકેની આકર્ષક કારકીર્દી પાછળ છોડી; ગેબનના ગીચ જંગલોમાં સહાય માટે ટળવળતી અને કણસતી માનવતાને સાંત્વના અને શાતા આપવા; અબુધ કાળાં બાળકોના મુખ પર સ્મીતની લહેરખી રેલાવવા; તેમનાં ગરીબડાં માબાપનાં જીવનમાં સુખ અને શાંતી રેલાવવા; આશરે બે હજાર વર્ષ પહેલાં દીવંગત થયેલ ઈસુની  કરુણાનો હાજરાહજુર પ્રતીક એવો આલ્બર્ટ એની સપનભોમકામાં પહોંચી જવા આતુર બનીને, સ્ટીમરના તુતક પરથી આ દ્રષ્ય નીહાળી રહ્યો છે.

    દયાની દેવી જેવી હેલન પણ, પતીના આ યજ્ઞકાર્યમાં ખભેખભા મીલાવી સાચી સહધર્મચારીણી બનવા આતુર છે.

    ,,,

    સ્ટીમ લોન્ચ અને પછી હલેસાં વડે હંકારાતી કનોમાં બે દીવસ મુસાફરી કરી આ જુગલજોડું એમના કર્મસ્થાન - ગીચ જંગલથી વીંટળાયેલા ‘લેમ્બેરીન’ મીશનના કાંઠે આવી પહોંચે છે. મચ્છર અને વંદાઓથી  ખદબદતા એમના આબડખુબડ  બંગલામાં અડધી પડધી ઉંઘ માંડ કાઢે છે; ત્યાં તો સવારના  પહોરમાં દુર દુરના ગામડાંઓમાથી પાદરી ડાક્ટરના આવવાના સમાચારથી દોડીને, ઢસડાઈને આવેલાં રોગીષ્ટ, કાળા, દરીદ્રોની હારની હાર તેમની રાહ જોતી ક્યારનીય ખડી છે.

    આ દંપતી, આવા માહોલમાં, તેમના જીવનનો ચાળીસ વરસનો સુવર્ણ કાળ સમર્પી દેવાનું છે.

    1954

    ઓસ્લો, નોર્વે

    સુટધારી મહાનુભાવોથી ખીચોખીચ ભરેલા, દબદબાભર્યા સભા ખંડના સ્ટેજ પરથી સફેદ પુણી જેવા વાળવાળો અને એ જ મસમોટી મુછોવાળો, 79 વરસનો ચીરંતન જવાન બુઢ્ઢો, આલ્બર્ટ દરીદ્રતા શું છે; પીડા શું છે; કણસતી માનવતા શું છે; કરુણા શું છે તેનો આંખે દેખ્યો હેવાલ પીરસી રહ્યો છે.

    1954નું શાંતી માટેનું નોબલ ઈનામ એને કલાક પહેલાં જ નવાજવામાં આવ્યું છે.

    ….

    આલ્બર્ટ સ્વીટ્ઝર

    મહાન ચીંતક, ફીલસુફ, આજીવન કરુણા સભર સેવક, માનવતાના રંગે નખશીશ રંગાયેલા અને નોબલ ઈનામ વીજેતા, ડો. આલ્બર્ટ  શ્વીટ્ઝરના જીવનની આ ત્રણ ઝલક મને બહુ જ ગમી. તમને ગમી?

    તેમના જીવન વીશે વીગતવાર માહીતી    :     -  1  - :   -  2  -

    અમેરીકન જુસ્સો - ભાગ -10 : આતંકવાદ અને ન્યાય

    July 16th, 2009 Suresh Jani 2 comments

    રીચાર્ડ કોલ્વીન રીડ( અબ્દુલ રહીમ ઉર્ફે તારીક રાજા ઉર્ફે શુ બોમ્બર) ને અમેરીકન એરલાઈનની ફ્લાઈટ એ એ -63 ના પ્લેનમાં બુટની સાથે બાંધેલા બોમ્બને ચેતાવી, આત્મઘાતી ધડાકો કરી પ્લેનને ઉડાવી દેવાના નીષ્ફળ પ્રયત્ન માટે પકડવામાં આવ્યો હતો. ન્યાયની અદાલતમાં બધી દલીલો પતી ગયા બાદ અમેરીકાની ડીસ્ટ્રીક્ટ કોર્ટના જજ શ્રી. વીલીયમ યન્ગે રીદને પોતાના બચાવ માટે કાંઈ કહેવું હોય તો કહેવા પરવાનગી આપી.

    રીડ વીશે વધારાની માહીતી વાંચવા અહીં ‘ક્લીક’ કરો.
    ———————————

    • રીડ :

    “  હું કોઈ બચાવ વગર મારો ગુનો કબુલ કરું છું. હું ઓસામા બીન લાદનને, ઈસ્લામને અને અલ્લાના ધર્મને વફાદાર છું.મારા કૃત્ય માટે મને સહેજ પણ અફસોસ નથી, અને તે માટે હું માફી માંગવા પણ તૈયાર નથી. હું તમારા દેશની સામે યુધ્ધે ચઢેલો સૈનીક છું.”

    • જજ યન્ગ

    જાન્યુઆરી -30 , 2003 યુનાઈટેડ સ્ટેટ અને સામે રીડ
    શ્રીમાન રીડ
    કોર્ટ તને જે શીક્ષા ફરમાવે છે, તે સાંભળ.ગુના નંબર 1, 5, અને 6 અંગે યુનાઈટેડ સ્ટેટના એટોર્ની જનરલની જેલમાં તને આજીવન કેદની સજા ફરમાવવામાં આવે છે. ગુના નંબર 2,3,4 અને 7 અંગે દરેક ગુના માટે 20 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવે છે; અને તે એક પછી એક ભોગવવાની છે; એટલે કે, કુલ 80 વરસની કેદની સજા. આઠમા ગુના અંગે કાયદેસરની 30 વરસની સજા ફરમાવવામાં આવે છે, જે પણ આ 80 વરસ પત્યા પછી ભોગવવાની છે. આ ઉપરાંત આ આઠમાંના દરેક ગુના માટે 250,000 ડોલરનો દંડ એટલે કે, કુલ બે મીલીયન ( 20 લાખ) ડોલર પણ તારે ચુકવવાના છે. અસરગ્રસ્તોને વળતર પેટે સરકારની વીનંતી મુજબ, આ પૈકી 298.17 ડોલર આન્દ્રે બુસ્કને અને 298.17 ડોલર અમેરીકન એરલાઈનને ચુકવવાના છે. કોર્ટ તને 800 ડોલરનો વીશેષ દંડ પણ કરે છે. જો કેદમાં તારી વર્તણુંક સારી હોય તો, કેવળ કાયદાની જોગવાઈ અનુસાર, આ કેદમાંથી પાંચ વરસ ઓછા કરવાની પણ કોર્ટ ભલામણ કરે છે. પણ આ બધી કેદની સજા ખરેખરની ભોગવવાની હોવાથી મારે વીશેષ કાંઈ કહેવાની જરુર નથી.
    અમારા કાયદાની જોગવાઈઓ અનુસાર આ સજા તને ફરમાવવામાં આવી છે. આ સજા ન્યાયી અને સાચી છે. તે નૈતીક સજા પણ છે.
    હવે હું તને આ વાત એક અમેરીકન હોવાના નાતે સમજાવીશ. અમે તારાથી અથવા તારા કોઈ આતંકવાદી મળતીયાઓ કે સંસ્થાથી ડરતા નથી. શ્રીમાન રીડ ! અમે અમેરીકન છીએ. અમે આગમાંથી આ અગાઉ પસાર થઈ ચુક્યા છીએ. બધાની તરફ સન્માનની ભાવના સાથે મારે કહેવું છે કે, યુધ્ધની ઘણી વાતો કરવામાં આવી છે. પણ અહીં કોર્ટમાં અમે વ્યક્તીઓ સાથે વ્યક્તી તરીકે વ્યવહાર કરીએ છીએ. અમે વ્યક્તીનો આદર કરીએ છીએ. માનવ તરીકે અમે ન્યાયની બહાર પણ જવા તૈયાર હોઈએ છીએ.
    તું અમારા શત્રુનો યોધ્ધો નથી. તું આતંકવાદી છે. તું લડાઈનો સૈનીક નથી. હું ફરીથી દોહરાવું છું કે, તું આતંકવાદી છે. તને સૈનીક ગણવો અને તે પ્રમાણે તારી સાથે વર્તાવ કરવો એ સૈનીક શબ્દને લજવવાની વાત છે. તને જરુર કરતાં વધુ મોટું પદ આપવાની વાત છે. સરકારી ઓફીસરો કહે, કે તારો વકીલ કહે કે તું તારી જાતને એક સૈનીક ગનતો હોય .. તું તે નથી. તું એક આતંકવાદી છે. અને અમે આતંકવાદીઓ સાથે વ્યવહાર નથી રાખતા. અમે એમને પ્રેમથી મળતા નથી. અમે એમની સાથે ઠરાવો કરી, એની ઉપર હસ્તાક્ષર નથી કરતા. અમે એક બાદ એક એમને શીકારની જેમ ગોતી કાઢી એમને કાયદાના હવાલે કરીએ છીએ.
    યુધ્ધની વાત કોર્ટની સમીક્ષાની બહારની વાત છે. તું એક મોટો માણસ છે. પણ તું મહાન નથી. તું યોધ્ધો નથી. હું યોધ્ધાઓને જાણું છું. તું એક આતંકવાદી છે. અનેક ખુન કરવાનો પ્રયત્ન કરનાર, નરાધમ ગુનેગારોની ટોળકી પૈકીનો એક તું છે. જ્યારે સાન્ટીયાગોના રાજ્ય પોલીસે જ્યારે તને પ્લેનમાંથી બહાર કાઢી કેદમાં પુર્યો ત્યારે તેં પુછ્યું હતું કે, ‘ ખબરપત્રીઓ અને ટીવીવાળાઓ કેમ નથી?’ ત્યારે તેણે તને બરાબર જવાબ આપ્યો હતો કે, ‘ તું કોઈ મહાનુભાવ નથી.”
    તેણે આ બરાબર જ કહ્યું હતું. ખચીત તું કોઈ મહાનુભાવ નથી.
    તારા માનનીય વકીલ અને તેટલા જ માનનીય અને કાબેલ યુનાઈટેડ સ્ટેટના સરકારી વકીલ ( એટર્ની)એ, તેમજ પ્રામાણીક રીતે મેં પણ એ જાણવા બહુ જ કોશીશ કરી છે કે, ‘આવું ભયાનક કૃત્ય તેં કેમ કર્યુ? એવું શું હતું કે, જે તને આ કોર્ટરુમમાં ઘસડી લાવ્યું?’
    તારે જે કહેવાનું છે, તે મેં બહુ ધ્યાનપુર્વક અને માનપુર્વક સાંભળ્યું છે. હું તને પુછું છું કેતું તારા અંતરાત્માને ઢંઢોળીને તારી જાતને પુછી જો કે, ‘ એવા કઈ જાતના અને તાગ ન પામી શકાય તેવા ધીક્કારના કારણે તું ગુનેગાર બન્યો છે અને તે ગુનો કર્યાની કબુલાત કરે છે?’ જો કે. મારી પાસે તેનો જવાબ છે. કદાચ એનાથી તને સંતોષ નહીં થાય. પણ બધા સબુતો ધ્યાનપુર્વક જોતાં, આ વાત મારી સમજમાં આવી છે.
    મને એમ લાગે છે કે, તું એવી એક વાતને ધીક્કારે છે, જે અમારા માટે બહુ કીમતી છે. તું અમારી સ્વતંત્રતાની ભાવનાને ધીક્કારે છે – અમારી અંગત સ્વતંત્રતાની ભાવનાને. અમે જેમ ચાહીએ તેમ જીવવાની; અમે જ્યારે અને જ્યાં જવા માંગતા હોઈએ ત્યારે અને ત્યાં જવાની; અંગત રીતે પસંદગી કરીને, અમારે કોઈ ચીજને માનવી કે ન માનવી - તે સ્વતંત્રતાની ભાવના. અહીં, આ સમાજમાં પવનની હર એક લહેરી સ્વત્રતાની ખુશબુને પ્રસરાવે છે. એક દરીયાથી બીજા ઝળહળતા દરીયા સુધી પવન એ ભાવનાને પ્રસારે છે. અમે અંગત સ્વતંત્રતાને અગત્યતા આપીએ છીએ; તે કારણે તો તું અત્યારે આ સુંદર કોર્ટરુમમાં ન્યાય મેળવવાની ખેવના રાખી શકે છે. અહીં દરેક જણ ચકાસી શકે છે કે, દરેક અપરાધીને, ચીવટથી બરાબર ન્યાયનું ત્રાજવું તોળાયું છે કે નહીં. તારા આ સ્વતંત્રતાના રક્ષણ કાજે તારા વકીલોએ આટલી બધી તાકાતથી, તારા માટે ઝઝુમ્યા છે. અમારા ન્યાયાધીશો સમક્ષ તારી અપીલો બરાબર થાય તે માટે તેમણે અથાક પ્રયત્નો કર્યા છે.
    શ્રીમાન રીડ, અમે અમેરીકનો આ સ્વતંત્રતા માટે પ્રતીબધ્ધ છીએ, કારણકે, અમે તારી સાથે કેવો વ્યવહાર કરીએ, તેની ઉપર અમારી પોતાની સ્વતંત્રતા આધારીત છે. છતાં આ બાબત કોઈ ભુલથાપ ન ખાતો. અમારા સ્વાતંત્ર્યની રક્ષા કાજે અમે કોઈ પણ બોજ ઉંચકવા તૈયાર છીએ; કોઈ પણ કીમત ચુકવવા તૈયાર છીએ. આ કોર્ટ્રુમની અંદર ચારે બાજુ જો. તેની બરાબર નોંધ કર. હું કે તું અહીં શું કહીએ તે દુનીયા લાંબા વખત માટે યાદ રાખવાની નથી. પરમ દીવસ પછી હું ભુલાઈ જઈશ. પણ આ ભાવના બહુ લાંબી જીવવાની છે.
    આ કોર્ટરુમમાં અને અમેરીકાની બધી કોર્ટરુમોમાં અમેરીકન લોકો એ જોવા ભેગા થવાના છે કે, ન્યાય, અંગત ન્યાય ( યુધ્ધ નહીં પણ ન્યાય) અપાય છે. અરે ! અમેરીકાના પ્રમુખ જેવી વ્યક્તીને પણ તેમના ઓફીસરોની સાથે અથવા વતી કોર્ટ રુમમાં આવવું પડે અને ખાસ બાબતો અંગે પુરાવા રજુ કરવા પડે. નાગરીકોની બનેલી જ્યુરી, એનો અભ્યાસ કરી, સાથે બેસી , વીચાર વીમર્શ કરી, લોકશાહી રીતે નીર્ણય લે અને ન્યાય તોળે. આમ અમારી ન્યાયની ભાવના વધારે ને વધારે યોગ્ય આકાર લે છે અને વધુ શુધ્ધ બને છે.
    શ્રીમાન રીડ , પેલો વાવટો જુઓ છો? એ અમેરીકાનો વાવટો છે. આ બધું ભુલાઈ જશે તો પણ એ વાવટો ફરકતો રહેશે. એ સ્વતંત્રતાનું પ્રતીક છે અને હમ્મેશ રહેશે.

    ——————————————

    Original English Text

    Remember the guy who got on a plane with a omb built into his shoe and tried to light it?

    Did you know his trial is over?
    Did you know he was sentenced?
    Did you see/hear any of the judge’s comments on TV or Radio?

    Didn’t think so.!!!

    Everyone should hear what the judge had to say.
    ________________________________________

    Ruling by Judge William Young, US District Court.

    Prior to sentencing, the Judge asked the defendant if he had anything to say. His response: After admitting his guilt to the court for the record, Reid also admitted his ‘allegiance to Osama bin Laden, to Islam, and to the religion of Allah,’ defiantly stating, ‘I think I will not apologize for my actions,’ and told the court ‘I am at war with your country.’

    Judge Young then delivered the statement quoted below:

    January 30, 2003, United States vs.. Reid.

    Judge Young: ‘Mr. Richard C. Reid, hearken now to the sentence the Court imposes upon you.

    On counts 1, 5 and 6 the Court sentences you to life in prison in the custody of the United States Attorney General. On counts 2, 3, 4 and 7, the Court sentences you to 20 years in prison on each count, the sentence on each count to run consecutively. (That’s 80 years.)

    On count 8 the Court sentences you to the mandatory 30 years again, to be served consecutively to the 80 years just imposed. The Court imposes upon you for each of the eight counts a fine of $250,000 that’s an aggregate fine of $2 million. The Court accepts the government’s recommendation with respect to restitution and orders restitution in the amount of $298.17 to Andre Bousquet and $5,784 to American Airlines.

    The Court imposes upon you an $800 special assessment. The Court imposes upon you five years supervised release simply because the law requires it. But the life sentences are real life sentences so I need go no further.

    This is the sentence that is provided for by our statutes. It is a fair and just sentence. It is a righteous sentence.

    Now, let me explain this to you. We are not afraid of you or any of your terrorist co-conspirators, Mr. Reid. We are Americans. We have been through the fire before… There is too much war talk here and I say that to everyone with the utmost respect. Here in this court, we deal with individuals as individuals and care for individuals as individuals. As human beings, we reach out for justice.

    You are not an enemy combatant. You are a terrorist. You are not a soldier in any war. You are a terrorist. To give you that reference, to call you a soldier, gives you far too much stature. Whether the officers of government do it or your attorney does it, or if you think you are a soldier, you are not—– you are a terrorist. And we do not negotiate with terrorists. We do not meet with terrorists. We do not sign documents with terrorists. We hunt them down one by one and bring them to justice.

    So war talk is way out of line in this court. You are a big fellow. But you are not that big. You’re no warrior. I’ve known warriors. You are a terrorist. A species of criminal that is guilty of multiple attempted murders. In a very real sense, State Trooper Santiago had it right when you first were taken off that plane and into custody and you wondered where the press and the TV crews were, and he said: ‘You’re no big deal.’

    You are no big deal.

    What your able counsel and what the equally able United States attorneys have grappled with and what I have as honestly as I know have tried to grapple with, is why you did something so horrific. What was it that led you here to this courtroom today?

    I have listened respectfully to what you have to say. And I ask you to search your heart and ask yourself what sort of unfathomable hate led you to do what you are guilty and admit you are guilty of doing? And, I have an answer for you. It may not satisfy you, but as I search this entire record, it comes as close to understanding as I know.

    It seems to me you hate the one thing that to us is most precious. You hate our freedom. Our individual freedom.. Our individual freedom to live as we choose, to come and go as we choose, to believe or not believe as we individually choose. Here, in this society, the very wind carries freedom. It carries it everywhere from sea to shining sea. It is because we prize individual freedom so much that you are here in this beautiful courtroom, so that everyone can see, truly see, that justice is administered fairly, individually, and discretely.. It is for freedom’s sake that your lawyers are striving so vigorously on your behalf, have filed appeals, will go on in their representation of you before other judges.

    We Americans are all about freedom. Because we all know that the way we treat you, Mr. Reid, is the measure of our own liberties. Make no mistake though. It is yet true that we will bear any burden; pay any price, to preserve our freedoms. Look around this courtroom. Mark it well. The world is not going to long remember what you or I say here. The day after tomorrow, it will be forgotten, but this, however, will long endure.

    Here in this courtroom and courtrooms all across America , the American people will gather to see that justice, individual justice, justice, not war, individual justice is in fact being done. The very President of the United States through his officers will have to come into courtrooms and lay out evidence on which specific matters can be judged and juries of citizens will gather to sit and judge that evidence democratically, to mold and shape and refine our sense of justice.

    See that flag, Mr. Reid? That’s the flag of the United States of America .. That flag will fly there long after this is all forgotten. That flag stands for freedom. And it always will.

    ચોથા ધોરણનું વીજ્ઞાનનું પાઠયપુસ્તક

    April 23rd, 2009 Suresh Jani 12 comments

        I express my sincere thanks to Ms. Witherspoon - teacher of my grandson Jay for giving his textbook for reference and use here. I hope , the information will be useful to educationists in Gujarat in regard to design of textbook for kids. 

    ——————————————————-

        આ લેખ કોઈ વાર્તા જે નીબંધ નથી. માત્ર અમેરીકાની એક મ્યુનીસીપલ શાળાના વીજ્ઞાનના  પાઠ્યપુસ્તક વીશે ઉપરછલ્લી માહીતી આપવા પ્રયત્ન કર્યો છે.

     

    મુખપૃષ્ઠ

    મુખપૃષ્ઠ

    આખા પુસ્તકમાં છ એકમ છે. પહેલા એકમની વીગતવાર અનુક્રમણીકા નીચે મુજબ છે.

     

    અનુક્રમણીકા

    એકમ - A જીવ વીજ્ઞાન - સજીવોની સૃષ્ટી ; પાનાં - 112

    પ્રકરણ-1 સજીવોનું વર્ગીકરણ

    • પાઠ -1 વૈજ્ઞાનીકો સજીવોનું વર્ગીકરણ શી રીતે કરતા હોય છે?
    • પાઠ -2  પ્રાણીઓનું વર્ગીકરણ શી રીતે કરાય છે?
    • પાઠ -3 વનસ્પતીનું વર્ગી કરણ શી રીતે કરાય છે?
    • વીશેષ વાંચન
      • વર્ગીકરણનો ઈતીહાસ
      • એક જીવ વીજ્ઞાનીનું ચરીત્ર
      • ઘર/ શાળા માટે વીશેષ પ્રવૃત્તી
    • પ્રકરણ - 1  નો સાર  અને કસોટી માટેની તૈયારી

    પ્રકરણ - 2  પ્રાણીઓનો વીકાસ અને પર્યાવરણ સાથે એમનું અનુકુલન

    • પાઠ -1  પ્રાણીઓની પાયાની જરુરીયાતો શું છે?
    • પાઠ - 2 પ્રાણીઓનાં શરીર તેમની જરુરીયાત સંતોષવા શી રીતે કામ કરે છે?
    • પાઠ -3 પ્રાણીઓની વર્તણુંક એમની જરુરીયાતો સંતોષવા કામમાં આવે છે?
    • વીશેષ વાંચન
      • વીજ્ઞાન અને ટેક્નોલોજીમાં પ્રાણીઓ - રોબોટીક્સમાં
      • વૈજ્ઞાનીક પરીચય
      • ઘર / શાળા માટે  વીશેષ પ્રવૃત્તી
    • પ્રકરણ - 2   નો સાર  અને કસોટી માટેની તૈયારી

    પ્રકરણ -  3  વનસ્પતીનો વીકાસ અને પર્યાવરણ સાથે એમનું અનુકુલન

    • પાઠ -1  વનસ્પતીને જીવવા માટે શું જોઈએ?
    • પાઠ -2  પાંદડાં, થડ અને મુળ વનસ્પતીને જીવવા શું મદદ કરે છે?
    • પાઠ -3 વનસ્પતીમાં શી રીતે નવો જીવ તૈયાર થાય છે?
    • વીશેષ વાંચન
      • વીજ્ઞાન અને ટેક્નોલોજીમાં વનસ્પતી - હાઈબ્રીડ અને નવી જાતનાં ફળો/ અનાજ
      • વૈજ્ઞાનીક પરીચય
      • ઘર / શાળા માટે  વીશેષ પ્રવૃત્તી
    •  પ્રકરણ - 3   નો સાર  અને કસોટી માટેની તૈયારી 

    પ્રકરણ -4 માણસના શરીરની રચના

    • પાઠ -1 હાડપીંજર અને સ્નાયુઓનું કામ \
    • પાઠ- 2 શ્વસન અને રુધીરાભીસરણ તંત્ર શી રીતે કામ કરે છે?
    • પાઠ -3 પાચન અને મજ્જા તંત્ર શી રીતે કામ કરે છે?
    • વીશેષ વાંચન
      • વીજ્ઞાન અને ટેક્નોલોજી - તબીબી કામમાં ટેક્નોલોજીની મદદ, એઢેસીવનો ઉપયોગ
      • વૈજ્ઞાનીક પરીચય
      • ઘર / શાળા માટે  વીશેષ પ્રવૃત્તી
    •  પ્રકરણ - 2   નો સાર  અને કસોટી માટેની તૈયારી 

    યુનીટ - A  ના આધાર પર પ્રોજેક્ટ કરવા માટે સુચનો

     

     

    બાકીના એકમોનાં શીર્ષક નીચે મુજબ છે -

    યુનીટ -  B જીવ વીજ્ઞાન - પર્યાવરણ - ઈકો સીસ્ટમ :  પાનાં - 96

    યુનીટ -  C પૃથ્વીનું વીજ્ઞાન - દુનીયાની સપાટી :  પાનાં - 80

    યુનીટ -  D પૃથ્વી વીજ્ઞાન- પૃથ્વી/અવકાશમાં પેટર્ન : પાનાં- 88

    યુનીટ -  E ભૌતીક વીજ્ઞાન - દ્રવ્ય અને શક્તી :  પાનાં - 120

    યુનીટ -  F ભૌતીક વીજ્ઞાન -  બળ અને ગતી :  પાનાં - 64

    સંદર્ભ  : પાનાં - 64   

    • વીજ્ઞાન હેન્ડબુક -  વૈજ્ઞાનીક સાધનો અને તેમનો વપરાશ
    • આરોગ્ય હેન્ડબુક - આરોગ્યને લગતી માહીતી

    પુસ્તકના કુલ પાનાં  :    624

    હવે માત્ર એક જ પ્રકરણ વાંચો … 

       

      

      

      

      

      

    ……………………………..

    અને વીજ્ઞાનની પધ્ધતી સમજાવતી, નાનકડી હેન્ડબુકમાં નીચે મુજબ જેવી સામાન્ય સુચનાઓ પણ હોય છે ..

      

      

      

         દરેક બાળકને આ અને આવા બીજા ચારેક પુસ્તકો કોઈ કીમત વગર આપવામાં આવે છે. પુસ્તકો શાળામાં જ રાખવામાં  આવે છે; જેથી લાવવા લઈ જવામાં તેની હાલત ખરાબ ન થઈ જાય. બીજા વર્ષે આ જ પુસ્તકો વર્ગમાં આવતા નવા વીદ્યાર્થીઓ વાપરે છે. આખી પધ્ધતી બાળકની જ્ઞાન માટેની કુતુહલવૃત્તીને  ઉત્તેજન આપે, વીશેષ વાંચન કરવા પ્રેરે, પ્રયોગશીલતાને ઉજાગર કરે, પ્રશ્નો પુછવા અને જવાબ શોધવા પ્રેરે તે રીતે બનાવેલી હોય છે. હજારમાં એક પ્રતીભાશાળી બાળક આનો પુરો લાભ લે અને જ્ઞાન/ વીજ્ઞાનમાં પોતાનું આગવું પ્રદાન કરવા શક્તીમાન બને એ રીતે એને તૈયાર કરવું, એ આવાં પુસ્તકોનો આશય છે- એ હકીકત ઉડીને આંખે વળગે છે. પુસ્તક હાથમાં લેતાં જ કોઈને પણ ગમી જાય એવું, વાંચવા   પ્રેરે એવું હોય છે. અહીંના ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લેતાં પુસ્તકોના આખ સેટની કીમ્મત 200 -300 ડોલરથી ઓછી નહીં જ હોય.

        ખાનગી શાળાઓમાં વપરાતા પુસ્તકો તો આનાથી પણ વધારે વૈવીધ્યવાળા અને અલબત્ત મોંઘા હોય છે.

    વીશીષ્ઠ જમણ – એક સત્યકથા

    March 27th, 2009 Suresh Jani 3 comments

          લાઉડ-સ્પીકર પરથી બપોરના જમવાના સમયની આલબેલ પોકારાઈ અને બાળકોનાં ધાડેધાડાં પોતપોતાનાં લન્ચબોક્સો લઈ, સ્કુલની કાફેટેરીયામાં જવા રવાના થયાં.પણ જયના(મારી દીકરીનો દીકરો) મનમાં અજીબોગરીબ કુતુહલ ઘેરાતું હતું.

         આજનો દીવસ તેના માટે વીશીષ્ઠ હતો.પહેલા ધોરણના વર્ગમાંથી એક, બીજામાંથી બે, ત્રીજામાંથી ત્રણ અને ઉપરના ધોરણોમાંથી(ચોથા, પાંચમા અને છઠ્ઠા) ચાર વીદ્યાર્થીઓ માટે આજનો દીવસ વીશીષ્ઠ હતો. પોતપોતાના વર્ગમાંથી, સારી વર્તણુંક માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. જય પણ આમાંનો એક હતો. આ બધાં આજે શાળાનાં આચાર્યા અને ઉપ આચાર્ય સાથે બપોરનું ભોજન લેવાનાં હતાં.  

        અહીંની મ્યુનીસીપલ શાળાઓમાં કાફેટીરીયાનો ઓરડો આમ તો શાળાનો રંગમંચ હોય છે. પણ નાસ્તા અને જમણના સમયે તેનો એ માટે ઉપયોગ કરવામાં આવે છે. મોટા હોલની એક બાજુએ ખાણીપીણીની સામગ્રીના વીતરણનું કેન્દ્ર, અને બીજી બાજુએ, થોડી ઉંચાઈ પર, સ્ટેજ આમ તો જમવાના અને નાસ્તાના સમયે સ્ટેજ ખાલી જ હોય. પણ આજે ત્યાં ટેબલ અને ખુરશીઓ ગોઠવેલાં હતાં. ટેબલ ઉપર કાચના ચમકતા પ્યાલા ગોઠવેલા હતા.

         આજના આ કાર્યક્રમ માટે ચુંટાયેલાં બધાં બાળકોની જેમ જય પણ એ ટેબલની આસપાસની ખુરશીમાં ગોઠવાયો. થોડીક જ વારમાં બન્ને મહાનુભાવો આવી ગયાં; આચાર્યા શ્રીમતી ડેવીસ અને ઉપાચાર્ય શ્રીમાન બીલ. તેમણે સૌનું અભીવાદન કર્યું; પોતાની ઓળખ આપી. આચાર્યાએ દરેક બાળકને પોતાની ઓળખ આપવા જણાવ્યું. પછી સૌને પોતપોતાના લંચબોક્સ ખોલી, પોતાની પીણાંની શીશી કાચના પ્યાલામાં ખાલી કરવા તેમણે સુચના આપી. બધાંએ આમ કરી લેતાં આચાર્યાએ પોતાનો પ્યાલો ઉંચે કરી બધાંને ચીયર્સ કર્યા;અને ભોજનની શરુઆત થઈ. બધાં પોતાના ઘેરથી લાવેલ ભોજન જમ્યાં. પછી થોડીક હળવી વાતચીત અને બધાં ટેબલ પર સાથે રમી શકે તેવી રમત રમ્યાં. બન્ને મહાનુભાવો પણ એ રમતમાં જોડાયાં. આમ રીસેસનો આ વીશીષ્ઠ ભોજન સમારંભ પુરો થયો.  

        જય ઘેર પાછો આવ્યો ત્યારે આનું વર્ણન કરતાં, તેનો હરખ તો માતો ન હતો. અમે બધાંએ તેની આ વીશીષ્ઠ સીધ્ધી માટે અભીનંદન આપ્યાં.

        શાળાને કોઈ ખર્ચ નહીં; વીશીષ્ઠ સમારંભોની જેમ સમયનો કોઈ બગાડ નહીં. પણ આવા દરેક વીશીષ્ઠ બાળકના જીવનમાં ન ભુલી શકાય તેવા સ્વમાનનું, સ્વ-ગરીમાનું, સારી અને શીસ્તબધ્ધ વર્તણુંકની અગત્યનું, પ્રત્યારોપણ થઈ ચુક્યું હતું. કોઈ પણ જાતના ઉપદેશ વગર શાળાનાં બીજાં બાળકોના મનમાં પણ શીસ્તબધ્ધ અને સારી વર્તણુંકના ફાયદા વજ્રની જેમ જડાઈ ગયા હતા.    

       કશા ખર્ચ વીના, કશા દબદબાભર્યા સમારંભ વીના, સમાજને સારાં નાગરીકો આપવાની પ્રક્રીયાનો એક નાનકડો અંક ભજવાઈ ચુક્યો હતો.

    જયનો વીજ્ઞાન પ્રોજેક્ટ : ભાગ -2

    March 14th, 2009 Suresh Jani 2 comments

    મ્યુની. શાળામાં ચોથા ધોરણમાં ભણતા જયના પ્રોજેક્ટની આ અગાઉ વાત કરી હતી.

       તેનો પ્રોજેક્ટ પતી ગયો અને અમારી મદદથી તેણે ડીસ્પ્લે બોર્ડ પણ બનાવ્યું. આખા વર્ગના બધા વીદ્યાર્થીઓએ પણ પોતપોતાના આવા ડીસ્પ્લે બોર્ડ બનાવ્યા. માર્ચના છેલ્લા અઠવાડીયામાં વાલીઓ સાથે વર્ગની મુલાકાત યોજાશે, અને આ બધા પ્રદર્શીત કરાશે.

     

    બોરેક્સના સ્ફટીકના કદ ઉપર મીઠાની અસર

    બોરેક્સના સ્ફટીકના કદ ઉપર મીઠાની અસર

       આજે ખાસ વાત કરવાની છે તે એ છે કે, આ પ્રોજેક્ટ માટે વાલીઓને જે માર્ગદર્શક સુચના આપવામાં આવી હતી, તે મને બહુ જ રસપ્રદ અને દરેક માબાપે સમજવા જેવી લાગી હતી; જે નીચે રજુ કરું છું. -

    ————————————————–  

        બાળકો કુદરતી રીતે જ નવું જાણવા ઉત્સુક હોય છે. તેમને પ્રશ્નનો ઉકેલ શોધવાની રીત શીખવવાનો બહુ રસ પડે તેવો અને ઉત્તેજક રસ્તો એ છે કે, તેમની ઉત્સુકતાને વૈજ્ઞાનીક શોધખોળ તરફ વાળવી. વૈજ્ઞાનીક શોધખોળ માટે વૈજ્ઞાનીક પધ્ધતીઓ વાપરવાથી બાળકની વ્યવસ્થીત રીતે વીચારવાની રીત અને ટેવ વીકસતાં હોય છે.

        તમારા બાળકના શીક્ષણમાં તમે તેના વાલી તરીકે, સૌથી અગત્યનો ભાગ ભજવી શકો તેમ છો. તમે તેને જે પ્રોત્સાહન, દોરવણી અને ટેકો આપો, તેનાથી તેની બહુ જ મુલ્યવાન વીચારશક્તી તો વીકસશે જ; પણ તમે અને તમારું બાળક આ માટે જે સમય સાથે ગાળશો; તે તમારા તેની સાથેના સંબધને વધારે ગાઢ બનાવશે.

        તમારા બાળકને આ વીજ્ઞાન પ્રોજેક્ટમાં સહાયભુત થવા તમે નીચે મુજબ કરી શકો-

    1. જો કે આ તમારા બાળકનો પ્રોજેક્ટ છે; અને તેણે પોતાની મહેનતથી જ પાર પાડવાનો છે; પણ તમે જે ટેકો આપો તેનાથી થતા ફાયદાનો બીજો કોઈ વીકલ્પ નથી.
    2. તમારા બાળકને ધ્યાનથી સાંભળો અને તેને પ્રોત્સાહન મળે તેવી પ્રશંસા કરો. તેના વીચારોમાં તમે ઉંડો રસ લો છો; તેની તેને ખબર પડવા દો. 
    3. તમારા બાળકને જે કૌશલ્ય શીખવવામાં નથી આવ્યું, અથવા જેની ઉપર તેણે પ્રભુત્વ નથી મેળવ્યું – તે માટે તેને મદદ કરો. દાત. વ્યવસ્થીતતા, તોલમાપ, ગણતરી, અને રચના( construction).
    4. સમયસર પ્રોજેક્ટ પુરો કરવા માટે જરુરી સમયસારણી બનાવવા અને ચુસ્ત રીતે વળગી રહેવા તેને મદદ કરો.
    5. ભાઈ બહેન, પાલતુ પ્રાણી વીગેરે તેને કામમાં ખલેલ ન પાડે તેવી જગ્યા તેને ઘરમાં પુરી પાડો. 
    6. પ્રોજેક્ટ માટે જરુરી સાધન સામગ્રી, અને પદાર્થો એકઠા કરવા બાળકને મદદ કરો.
    7. સહીસલામત રીતે બાળક પ્રોજેક્ટ પુરો કરે; તે માટે જરુરી સલામતીનાં પગલાં લેવાં તેને મદદ કરો. 
    8. પ્રોજેક્ટ સરસ રીતે પુરો કરવા, તેના વીષ માટે જરુરી હોય તેવી માહીતી મેળવવા બાળકને લાયબ્રેરી, મ્યુઝીયમ જેવી જગ્યાઓએ લઈ જાઓ. ઈન્ટરનેટ પરથી માહીતી મેળવવા માટે પણ મદદ કરો.
    9. વીજ્ઞાન પ્રોજેક્ટ માટે જરુર લાગે તો બાળકના શીક્ષકનો સમ્પર્ક સાધો. 
    10. એ સમજો અને બાળકને ખાસ સમજાવો કે, આ પ્રોજેક્ટ સફળતાથી પુરો કરવા માટે તેને કોઈ ઈનામ, પ્રમાણપત્ર. મેડલ કે કપ મળે; તેના કરતાં તેની વ્યવસ્થીત અને વૈજ્ઞાનીક રીતે વીચાર કરવાની આવડત કેળવાય ; તે આ પ્રોજેક્ટની સૌથી મોટી ઉપલબ્ધી છે.

     ………………………

        અને ત્રણેક અઠવાડીયાં સુધી ઘરમાં આ જ માહોલ ચાલુ રહ્યો .

    જયનો વીજ્ઞાન પ્રોજેક્ટ

    February 14th, 2009 Suresh Jani 9 comments

         મારી દીકરીનો દીકરો ‘જય’ ચોથા ધોરણમાં મ્યુનીસીપલ શાળામાં ભણે છે. અમે બન્ને તેને આ પ્રોજેક્ટ માટે મદદ કરીએ છીએ. આજથી પ્રોજેક્ટનું અમલીકરણ શરુ થાય છે. એના વર્ગના દરેકે દરેક વીદ્યાર્થીએ અલગ અલગ પ્રોજેક્ટ હાથમાં લીધા છે. માર્ચ મહીનામાં વીજ્ઞાન પ્રોજેક્ટ મેળામાં સૌ વીદ્યાર્થીઓએ ફરજીયાત ભાગ લેવાનો છે.

          આધુનીક ટેક્નોલોજી વાપરીને, એને અત્યંત સુંદર અને વ્યવસ્થીત રીતે પ્રદર્શીત કરવાની, વીગતવાર સુચના પણ સૌને આપવામાં આવી છે. 

    ——————————————————   

      વીષય

    સ્ફટીકના કદ ઉપર એની અંદર દ્રાવ્ય ક્ષારની અસર

      મુળ પ્રશ્ન

    બોરેક્સના સ્ફટીકના કદ ઉપર તેની સાથે મીશ્ર થયેલા સોડીયમના અલગ અલગ ક્ષારોની શી અસર થાય છે?

    વાલીની સહી …………………

      પરીકલ્પના

    હું માનું છું કે ક્ષાર ઉમેરવાથી બોરેક્સનો સ્ફટીક મોટા કદનો બનશે કારણકે; ક્ષારના ઉમેરાવાથી સ્ફટીક બનવાની પ્રક્રીયાને વેગ મળે છે.

    વાલીની સહી …………………

      સાધનો

    ચાર પ્યાલા, ચાર એકસરખા બટન, ચાર લેબલ, પોપ્સીકલની ચાર પટ્ટીઓ, દોરી, ગરમ કરવાનું હેન્ડલવાળું વાસણ, સ્ટવ, હલાવવા માટેની ચમચી, માપ માટેની ચમચીઓ , વજન કરવાનો કાંટો

      દ્રવ્યો

    બોરેક્સ પાવડર, ટેબલ સોલ્ટ, કોશર મીઠું, મોર્ટન લાઈટ મીઠું, પાણી

    ત્રણ જાતનાં મીઠાં

    ત્રણ જાતનાં મીઠાં

    વાલીની સહી …………………

      પ્રયોગની રીત

    1. બધાં સાધનો અને દ્રવ્યો ભેગાં કરો.
    2. દરેક પ્યાલામાં બે મોટા ચમચા બોરેક્સ મુકો.
    3. પહેલા સીવાયના ત્રણ પ્યાલાઓમાં અડધી ચમચી અલગ અલગ મીઠાનો ક્ષાર ઉમેરો.
    4. ચારે ચાર પ્યાલાઓ પર લેબલ લગાવો .
    5. પોપ્સીકલ પટીની સાથે દોરીથી બાંધેલું બટન એવી રીતે બાંધો જેથી તે પ્યાલાના તળીયાથી સહેજ ઉપર લટકતું રહે.
    6. તાવડીમાં પાણી ઉકળે એટલું ગરમ કરો.
    7. સાચવીને દરેક પ્યાલામાં ચાના એક એક પ્યાલા જેટલું, ઉકળતું પાણી ઉમેરો.
    8. દરેક પ્યાલાના મીશ્રણને એક મીનીટ હલાવો.
    9. તૈયાર કરેલાં ચાર બટન ચાર પ્યાલામાં લટકાવીને મુકો.
    10. બીજા દીવસે એ જ સમયે ચારે પ્યાલામાં બનેલા સ્ફટીકને બહાર કાઢો અને તેના કદનું અવલોકન કરો.
    11. પહેલા પ્યાલામાંથી પ્રવાહી કાઢીને તેને ઉકળે એટલું ગરમ કરો.
    12. ઉકળતા પ્રવાહીને સાચવીને પહેલા પ્યાલામાં રેડો.
    13. પ્રવાહીને એક મીનીટ હલાવો.
    14. સ્ફટીકને પાછો પ્યાલામાં મુકો.
    15. નં. 11 થી 14ની રીતનું બાકીના ત્રણ પ્યાલા માટે પુનરાવર્તન કરો.
    16. નં. 11 થી 15ની રીતનું એક અઠવાડીયા માટે પુનરાવર્તન કરો.
    17. ચારે સ્ફટીકોને પટ્ટીથી દુર કરો અને સુકાવવા દો.
    18. ચારે સ્ફટીકોનું વજન કરો.

    વાલીની સહી …………………

    અવલોકન

     

    એક દીવસ પછી સ્ફટીકો

    એક દીવસ પછી સ્ફટીકો

     

    સ્ફટીક - 1 વજન - 

     

    સ્ફટીક -2  વજન - 

    સ્ફટીક -3  વજન - 

    સ્ફટીક -4  વજન -  

    વાલીની સહી …………………

      નીર્ણય

    વાલીની સહી …………………

    —————————————————– 

    અમેરીકાના ભાવી વૈજ્ઞાનીકોને તૈયાર કરવાનો આ પ્રોજેક્ટ તમને કેવો લાગ્યો?