આંખની બારીએ – ચિરાગ પટેલ ઑગસ્ટ 04, 2017
આંખની બારીઓ બંધ કરું,
‘ને તારી યાદોનો ચક્રવાત
મનના ભોંયરે રમખાણ મચાવે!
ધવલ સમુદ્ર સરીખા દેહના
દ્વીપસમૂહ, જયારે તરવરે,
કાંઠે તરંગોના ગાન ઝીલું!
ગાંડીતૂર રાતના પ્રવાહ
સમેટી, જયારે બારી ઉઘાડું,
કેસરઘોળ્યાં અજવાશો વરસે!
મધુરી પળના રણકારમાં,
મૌન પિલાય ચિત્કારતું ‘ને હું
એક-એક તારલે “રોશની” મઢું!